તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વહેલી સવારે કે મોડીરાત સુધી ટ્યુશન ચલાવવા પર પ્રતિબંધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહિસાગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઘણાં સ્થળોએ વહેલી સવારથી લઇ રાત્રીના મોડા સુધી ટયુશન કલાસીસ ચાલે છે. આ ટયુશન કલાસીસમાં વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ જાય છે. અગાઉના વર્ષોમાં શહેરી વિસ્તારોમાં વહેલી સવારના તથા મોડી સાંજ સુધીના ટ્યુશન કલાસમાં જતી વિદ્યાર્થિનીની એકલતાનો લાભ લઇ ગંભીર પ્રકારના ગુના બનેલા છે. આ પ્રકારના ગંભીર ગુનાઓ બનવા પામે નહીં તે હેતુસર વિદ્યાર્થિનીઓની સલામતી માટે મહીસાગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સવારે 7-00 કલાક પહેલા તથા સાંજના 8-00 કલાક બાદ ટ્યુશન કલાસીસ શરૂ કરવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાતા મહીસાગર જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા અસામાજિક પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવી શકાય તે હેતુસર તારીખ 29/02/2020થી તા. 28/04/2020 સુધી જાહેરનામંુ બહાર પાડી પ્રતિબંધાત્મક હુકમો કર્યા છે. ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો