તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરવા(હ)ના તાલુકા કોંગ્રેસ પ્રમુખ વી.કે.ખાંટનું રાજીનામું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અને 30 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા વી.કે.ખાંટે મોરવા(હ) કોંગ્રેસ તાલુકા પ્રમુખ પદેનું રાજીનામું ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને આપતાં કોંગ્રેસના કાર્યકરો અંચબામાં પડી ગયા હતા. વેચાતભાઇ ખાંટના પુત્ર ભુપેન્દ્ર ખાંટેે કોંગ્રેસે ટિકિટ ન આપતાં અપક્ષ ઉમેદવારી નોંધાવીને મોરવા(હ) વિધાનસભાની ચૂંટણી જીતી હતી. બાદમાં ભુપેન્દ્ર ખાંટના જાતિ પ્રમાણપત્રને લઇને મુદ્દો કોર્ટમાં જતાં ધારાસભ્ય પદ જોખમમાં મુકાય તેવી પરિસ્થિત ઉભી થઇ છે. ત્યારે ભાજપમાં જોડાવવાની શકયતા અને પુત્રના પદને બચાવવા વી.કે.ખાંટે મોરવા(હ) કોંગ્રેસ તાલુકા પ્રમુખ પદેથી રાજીનામુ઼ ધરી દીધુ઼ હોવાની ચર્ચાઓ ઉઠવા પામી હતી. મોરવા(હ) ખાતે પ્રભાબેન તાવીયાડના અધ્યક્ષ સ્થાને સંવાદ કાયક્રમ રાખવામાં આવેલો તેને કોંગ્રેસે પક્ષે રદ કર્યો હતો. જ્યારે વેચાતભાઇ ખાંટ સામે મોરવા(હ) ના સ્થાનિક કાર્યકરોમાં છુપો અસંતોષ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સસ્પેન્ડ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનો કાર્યકાળ નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે વી.કે.ખાંટે રાજીનામું ધરી દીધું હોવાની ચર્ચાઓ ઉઠી છે. જ્યારે વી.કે.ખાંટે નાદુસ્ત રહેતી તબિયતના કારણે પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપી કોંગ્રેસના પ્રાથમિક અને સક્રીય સભ્ય તરીકે સેવા ચાલુ રહેશે તેમ રાજીનામામાં જણાવ્યું હતું. જોકે હજુ સુધી પ્રદેશે કોંગ્રેસે વી.કે.ખાંટનું રાજીનામું મંજુર કર્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોંગ્રેસ મોરવા(હના તાલુકા પ્રમુખ વી.કે.ખાંટની તસવીર અને રાજીનામાની નકલ.

તબિયત બરાબર ન રહેતા રાજીનામું આપ્યંુ
 હુ઼ 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને 15 વર્ષથી મોરવા(હ) કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું તબિયત બરાબર રહેતી નથી અને યુવાઓ જવાબદારી લે તે માટે મેં પ્રમુખ પદનુ઼ રાજીનામુ઼ આપ્યું છે.વી.કે.ખાંટ

રાજીનામું મળ્યું છે
 મોરવા(હ) તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. ખાંટનું રાજીનામું પ્રમુખ અમીત ચાવડા અને જિલ્લાકક્ષાએ આપ્યું છે. તેઓએ તબિયત બરાબર ન રહેતી હોવાનુ઼ કારણ રાજીનામાંમાં જણાવ્યુ઼ છે.અજીતભટ્ટી, પંચ.કોંગ્રેસ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો