તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળામાં બ્રિજ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત - 3નો બચાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળામાં હાઇવે ઉપર આવેલા રામદેવપીરનાં મંદિરની સામે ઓવરબ્રિજ પાસે કાર અને ટ્રક વરચે અકસ્માત થવા પામ્યો હતો.મળતી માહીતી મુજબ ધોળકા તાલુકાનાં ધોળી ગામમાં રહેતાં ત્રણ વ્યકિતઓ અમદાવાદથી ગાડી લઈને શ્રlદ્ધ પ્રસંગે ધોળી જવા માટે નીકળ્યા હતાં.ત્યારે બાવળામાં આવેલા રામદેવપીરના મંદિર સામેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે પાછળ આવી રહેલી ટ્રકનાં ચાલકે ટક્કર મારતાં હાઇ-વેનાં ડિવાઇડરનાં ઢાળ ઉપર ગાડી ચડી જઈને આખી ગોળ ફરી ગઈ હતી.ગાડીને ભારે નુકશાન થવા પામ્યું હતું પરંતુ ગાડીમાં સવાર ત્રણેય વ્યક્તિઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો. તસવીર ભરતસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...