તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોડેલી માર્કેટમાં ચણા ખરીદી અંગે નોંધણી શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી બજાર સમિતિમાં નિગમ દ્વારા ચણાની શરૂ થનારી ખરીદીને લઈને નોંધણી પ્રક્રિયા શરૂ થઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે.

ઉલ્લેખનીય છેકે તુવેરની ખરીદ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તુવેરોનાં નાણાં પણ તબક્કાવાર આવવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે હવે ચણાની ખરીદી ટેકાનાં ભાવ પ્રતિ ક્વિન્ટલ 4620થી થોડાક દિવસમાં શરૂ થશે. તે માટેની નોંધણી શરૂ થતાં અત્યાર સુધી 20 જેટલા ખેડૂતોએ ચણા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ગત વર્ષ કરતા 220 રૂપિયા વધુ ભાવ જાહેર કર્યો છે. ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ મળવાનું શરૂ થતાં ખેડૂતો હવે બજાર કરતા નિગમ દ્વારા થઈ રહેલી ખરીદીમાં વધુ રસ લઈ રહ્યાં છે. સરકાર દ્વારા તેઓના પાકની રકમ સીધી ખેડૂતોનાં બેન્ક એકાઉન્ટમાં અપાતા ખેડૂતો હવે બેન્કિંગનો વધુ ઉપયોગ કરતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...