તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રતનપુર પંચાયતની ગોચરની જમીનમાં ભૂલથી અન્ય વ્યક્તિઓના નામ ઉમેરાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના રતનપુર(ક) ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં સંખેડા મામલતદાર કચેરી દ્વારા અન્ય વ્યક્તિઓના નામો ઉમેરી દેવાયા હતા. આ નામો કમી કરી પુન: રતનપુર ગ્રામ પંચાયતના નામે જમીન કરવા અનેક વખત સ્થાનિક કક્ષાએ રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આ બાબતે જિલ્લા કલેક્ટરને સરપંચ દ્વારા રજૂઆત કરાઈ.

સંખેડા તાલુકાના રતનપુર(ક) ગ્રામ પંચાયતની નવો બ્લોક નંબર 1 અને જૂનો બ્લોક નંબર 38 જમીન હાલમાં બારિયા કાશીબેન દલસુખભાઈ સહિત કુલ ચાર વ્યક્તિઓના નામે સયુંકત ખાતે ચાલે છે. આ જમીન રતનપુર(ક) જૂથ ગ્રામ પંચાયતની માલિકીની અને ગૌચર સદરની છે અને એ બાબતના પુરાવા તરીકે 7/12ની જૂની નકલ અને નોંધ નંબર 397ની નકલ અરજી સાથે રજૂ કરાઈ છે. આ જમીનમાં જે તે સમયના કર્મચારીઓની ભૂલ થવાના કારણે કે અન્ય કોઈ બીજા કારણોસર આ નામો દાખલ થઇ ગયા છે.

હાલમાં ચાલતા 7/12ના કબજેદારોએ આ જમીન તેમના નામની નકલ નીકળતી હોવાના કારણે તેઓએ બેગ સાદીકમહમદ ગુલામભાઈ રહે.મોટીકોરલને અધિકાર આપેલા હોઇ તેવું અરજદારે આપેલી અરજી પરથી જણાય છે. જેથી આ જમીનમાં ભવિષ્યમાં આગળ વધુ ગુનાહિત કૃત્ય ન થાય તે માટે અને જાહેર જનતાને હિતમાં આ જમીનને ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...