તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રતનપુરા મેન નર્મદા કેનાલના પુલ પર પડેલા મસમોટા ખાડાથી થતાં અકસ્માતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડીથી કવાંટ જતા મુખ્ય સ્ટેટ હાઈવે પર રાત દિવસ અવર જવર રહેતી હોય છે. નસવાડીથી કવાંટ જતા મુખ્ય નર્મદા કેનાલના પુલ પર પડેલ ખાડો અકસ્માતને નોતરું આપી રહ્યો છે. પુલ પર પડેલ ખાડામાંથી સ્લેબના સળીયા તૂટી ગયા છે જેને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલી સરકારી નધરોડ તંત્રને હવે માનવીના જીવની કિંમત નથી તેમ નર્મદા મેન કેનાલના પુલ પર પડેલા મસમોટા ખાડા જોઈ લાગી રહ્યું છે. નસવાડી, કવાંટને જોડતા મુખ્ય હાઈવે પર નસવાડીના રતનપુરા કેનાલના પુલ પર પડેલ ગાબડાના સ્લેબના સળીયા પણ તૂટી ગયા છે છેલ્લા કેટલાય સમયથી આ ગાબડાનું રીપેરિગ ન થતા વહાન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પુલની વચ્ચે 5 ફૂટની ગોળાઈમાં ગાબડું પડેલ હોય નાના મોટા વાહન ચાલકો ગાબડું ટાળીને વાહન ...અનુસંધાન પાના નં.2

રતનપુરા મેન કેનાલના પુલ પર પડેલ ખાડાના સળીયા બહાર દેખાય છે. તસવીર ઈરફાન લકીવાલા

અન્ય સમાચારો પણ છે...