તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડદા ગામે રાત્રે 2 વાગે દરોડો પાડી 4.41

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડદા ગામે રાત્રે 2 વાગે દરોડો પાડી 4.41

ગામે રેડ કરતા વિદેશી દારૂના થેલા ભરી અલગ અલગ ગામડા તરફ લઈ જવાતો 1836 બોટલ વિદેશી દારૂ સાથે 14 બાઈક સ્થળ પરથી ઝડપી પાડી છે. મધરાત્રે જંગલ વિસ્તારમાં નસવાડી પોલીસે જીવના જોખમે રેડ પાડતા જ મોટી સફળતા સાંપડી છે. આગામી ઉતરાણના તહેવારને લઈ મોટી માત્રમાં આ વિદેશી દારૂ ગામડામાં પહોંચડવાનો હતો. અચાનક જંગલ વિસ્તારમાં બેટરીના પ્રકાશથી પોલીસે રેડ પડતા જ બૂટલેગરો અંધારાનો લાભ લઈ બાઈક સાથે વિદેશી દારૂ સ્થળ પર મૂકી ફરાર થઈ ગયા હતા. આમ તો વિદેશી દારૂ કાર મારફતે, ટ્રકો મારફતે ગુજરાત માં દુસાડવાનો પ્રયાસ કરાય છે અને અવાર નવાર પોલીસ દારૂ ની મોટી ગાડી ઓ પકડે છે જેને લઈ હવે વિદેશી દારૂ નર્મદા નદીમાં નાવડી મારફતે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કિનારાના ગામડામાં ઠલવાય છે. તે વિદેશી દારૂ બાઇક મારફતે નસવાડી તાલુકાથી લઈ ગુજરાત રાજ્યના ખૂણા સુધી પહોંચતો હોય છે. વિદેશી દારૂ અને બાઈકને ટેમ્પો અને જીપ મારફતે નસવાડી પોલીસને લાવતા કલાકોનો સમય ગયો હતો. અંતરિયાળ વિસ્તાર અને નર્મદા કિનારેથી મુદ્દામાલ લાવતા પોલીસને ભારે મુશ્કેલી પડી હતી. કડકડતી ઠડી હોવા છતાંય પોલીસ ઠોસા ઓઢીને જંગલના રસ્તે પહોંચી હતી. વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ 1836 નંગની કુલ કિંમત 4,41,600 અને 14 બાઈકની કિંમત 2,80,000 રૂ આમ કુલ રૂ 7,22,600નો મુદ્દામાલ કબજે કરી બૂટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 14 બાઈકમાં કેટલીય બાઈક નવી છે જેના નંબરના આધારે હવે પોલીસ મોટા બૂટલેગર તરફ પહોંચી જશે તેમ લાગી રહ્યું છે. આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ નર્મદા નદીના કિનારે ઠલવાતો હોય પોલીસ પણ ચોંકી ગઈ છે.

ખોસ વસેડી પાસેથી કારમાં વિદેશી

પ્રયત્ન કરતા ચાલક મોટર સાઇકલ રસ્તાની બાજુમાં ફેંકી રાત્રીના અંધારામાં ભાગી ગયો હતો. સદર મોટર સાઇકલની તપાસ કરતા એક થેલામાં જુદા જુદા માર્કાવાળી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૭૩ કિંમત રૂ.૧૭,૧૩૫ તથા બજાજ પલ્‍સર મોટર સાઇકલની કિંમત રૂ. ૪૦,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૫૭,૧૩૫નો મુદ્દામાલ મોટર સાયકલ ચાલક સ્થળ ઉપર નાખી નાસી ગયેલ છે. જેથી છોટાઉદેપુર પો.સ્ટે.માં ગુનો નોંધી વોન્ટેડ આરોપીને પકડવાની તપાસ તજવીજ ચાલુ છે. ત્રીજા બનાવમાં કવાંટ પો.સ્ટે. વિસ્તારના મોજે-બોરચાપડા તા.કવાંટ ગામમાં રહેતા કાન્તીભાઇ દુરસિંગભાઇ ભીલનાઓના ઘરમાં પ્રોહી. અંગે રેઇડ કરતા તેના ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ લંડન પ્રાઇડના કવાટરીયાની કુલ બોટલો નંગ-૧૮૦ કુલ કિંમત રૂ. ૨૧,૬૦૦નો મુદ્દામાલ મળી આવેલ અને કાન્તીભાઇ દુરસિંગભાઇ ભીલનાઓની તપાસ કરતા તે ઘરે હાજર મળેલ ન હોય જેથી તેના વિરૂદ્ધ કવાંટ પો.સ્ટે.માં ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...