કવાંટની BOBમાં પાસબુક એન્ટ્રીનાં મશીન બંધ રહેતાં ગ્રાહકોને મુશ્કેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કવાંટમાં છેલ્લા કેટલા સમયથી હિન્દી ભાષી કર્મચારીઓને લઈને બેંક ઓફ બરોડાનો વહીવટ કથળેલી હાલતમાં છે. પાસબુકમાં એન્ટ્રીઓ પડતી નથી કારણ કે તેનું પ્રિન્ટર હંમેશા બંધ હાલતમાં હોય છે. જેના કારણે ખાતેદારો વારંવાર એન્ટ્રી પાડવા જાય છે. પરંતુ એન્ટ્રી પડતી નથી. કવાટમાં સરકારી કર્મચારીઓને પાસબુકમાં એન્ટ્રીના પડતા ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે બેન્કમાંથી યોગ્ય પ્રત્યુત્તર મળતું નથી. જેના કારણે કર્મચારીઓને પણ વારંવાર ધક્કા ખાવા પડે છે અને એન્ટ્રી પણ પડતી નથી. ...અનુસંધાન પાના નં.2

મશીન બંધ હોવાથી ધક્કા ખાવા પડે છે

અમે ‌BOBની શાખામાં વારંવાર એન્ટ્રી પડાવવા જઈએ છે પરંતુ મશીન બંધ છે તેમ કહીને અમને પરત મોકલે છે અને બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય પ્રત્યુત્તર પણ મળતો નથી જેના કારણે અમો કર્મચારીઓ પણ ત્રાસી ગયા છે. અમારે ઓડિટ કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. > હિરેશભાઈ પટેલ, પ્રમુખ, મોટા ઘોડા જૂથ ગ્રામ પંચાયત અને તલાટી મંડળ
અન્ય સમાચારો પણ છે...