તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવાંટનું સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબ ન હોવાથી હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યનો સૌથી પછાત ગણાતા એવા કવાંટ તાલુકા મથક ઉપર આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાય મહિનાઓથી કાયમી ડોક્ટર ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે અનગઢ વહીવટ ને કારણે તેઓ ના નાણાં અને સમય નો વ્યય થાય છે.

વિકાસ શીલ સરકાર ના આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાર મેડિકલ ઓફિસરની જગ્યા છે જેમાંથી આ હોસ્પિટલમા કેટલાય મહિનાઓથી એક પણ મેડીકલ ઓફિસર કાયમી ન હોવાથી ડેપ્યુટેશન ઉપર આવતા એક જ મેડિકલ ઓફિસર દ્વારા રોજ ની 300 થઈ 350 જેટલા દર્દીઓ ઓ પી ડી મા આવતા હોવાથી પૂરતો ન્યાય દર્દીઓને મળતો ન હોવાથી દર્દીઓને છોટાઉદેપુર ,બોડેલી ,વડોદરા સુધી સારવાર કરાવવા ઉછીના કે ઘરેણાંઓ વેચી ને સારવાર કરાવવાનો વારો આવે છે. ધારાસભ્ય સુખરામ ભાઈ રાઠવા એ પણ વિધાન સભા મા રજુઆત કરવા છતાં તંત્ર આદિવાસી પ્રજા ની વ્હારે કોઇ પહોંચ્યું નથી.

ડોક્ટરોનો અભાવ
 અમારા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોનો અભાવ ,સુવિધાઓનો અભાવ , મેડિસિનનો અભાવ , ની રજૂઆતો રાજ્ય સરકાર મા અને જિલ્લા પંચાયતમા કરવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકાર ની સુવિધા આપી શક્યા નથી. નરેન્દ્ર ભાઈ રાઠવા, આગેવાન આદિવાસી સમાજ, કનલવા તા કવાંટ

અન્ય સમાચારો પણ છે...