તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઇના રબારીવાગામાં ઉર્સ પ્રસંગે કવ્વાલી યોજાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડભોઇની પી.એન.ગાદીના ઉર્સ પ્રસંગે દીલ્લીના મશહુર કવ્વાલ અસ્લમ સાબરી એન્ડ પાર્ટીનો કવ્વાલીનો શાનદાર કાર્યક્રમ યોજાયો હતો. જે મુજબ કાર્યક્રમમાં કવ્વાલીના શોખીનો હીન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી કવ્વાલીની મજા માની હતી. કાર્યક્રમની શરૂઆતમાં જ પુલવામા ખાતે શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પીત કરાઇ હતી. તેમજ ફંડ પણ એકત્રિત કરાયું હતું. જે બાદમાં કવ્વાલીની રમજટ સાથે એકથી એક ચઢીયાતા કલામનું ગાયન પઠણ કરી કવ્વાલ હાજી અસ્લમ સાબરીએ પોતાના મધુર કંઠે કાર્યક્રમમાં હાજર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. યે તો ખ્વાજા કરમ હૈ...મેરે ખ્વાજા કા કરમ હે...જેવી મશહુર કવ્વાલીઓની એક બાદ એક રમઝટ બોલાવતા કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળતો હતો. આમ ડભોઇ પી.એન.ગાદીના ઉર્સ પ્રસંગે યોજાયેલ કવ્વાલીના કાર્યક્રમની લોકોએ મનભરીને મજા માની હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો