તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પબ્લિક ઇન્ફોર્મેશનના બોર્ડ 20X10 ફૂટના બદલે 16X8 ફૂટના લગાવવામાં આવ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયત કચેરીની બહાર મુકાયેલા પબ્લિક ઇન્ફોર્મેશનના બોર્ડ 20X10 ફૂટના બદલે 16X8 ફૂટના લગાવાયા. 20X10ના માપ માટે સરકાર દ્વારા 10,000 રૂપિયામાં તૈયાર કરવાની ગાઇડલાઇન આપી હતી. જેના બદલે 16 X 8ના બોર્ડ 9,990 રૂપિયામાં લગાડાયા છે. જિલ્લામાં મોટાભાગના આવા બોર્ડ જય યોગેશ્વર મહિલા સેલ્ફ ગ્રુપે લગાડ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં કમિશનર ગ્રામ વિકાસની કચેરી દ્વારા જિલ્લા ગ્રામવિકાસ એજંસીને વિવિધ પ્રકારની કામગીરી સોપી હતી.જેમાં પરિપત્ર મુજબ તા.30મી સપ્ટેમ્બર,2018 પહેલા દરેક ગામે નિયત નમુનામાં જાહેર સ્થળે સહેલાઇથી જોઇ શકાય તે મુજબ માહિતી દર્શાવતું બોર્ડ મુકવાનું હતું.આ બોર્ડ નક્કી થયેલ માપ સાઇઝ ...અનુસંધાન પાના નં.2

સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયત કચેરીની બહાર મુકાયેલા પબ્લિક ઇન્ફોર્મેશનના બોર્ડ 20X10 ફૂટના બદલે 16X8 ફૂટના લગાવવામાં આવ્યા છે. તસવીર - સંજય ભાટીયા

અન્ય સમાચારો પણ છે...