તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કતવારામાં ACBએ કોન્સ્ટેબલને લાંચના Rs.39500 સાથે પકડતાં PSI રફુચક્કર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદના જુનાપાણી ગામે 20 નવેમ્બરે ફાયનાન્સ કંપનીના જયેશ દામા પાસેથી રોકડા 1,74,313 રૂપિયાની લુટ થઇ હતી. આ વખતે આગાવાડા ગામનો ભગા માલીવાડ નામક લુટારુ જે તે સમયે જ આણંદથી ચોરી કરેલી બાઇક સાથે પકડાતા અન્ય ત્રણ લુટારુના નામ ખુલ્યા હતાં. કતવારા PSI આર.આર રબારીએ ઇટાવા ગામના વાંદરિયા ફળિયાના પંકેશ સંગાડિયા અને શંકર સંગાડિયાની પણ ધરપકડ કરી હતી. તપાસ વેળા માર નહીં મારવા માટે લુટારુઓના કાકા પાસેથી 40 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી.

શુક્રવારે નક્કી થયા મુજબ કતવારા પો.મથકની બહાર હાર્દિક બારિયા નામક કોન્સ્ટેબલે PSI રબારી વત્તી 39500 રૂપિયા સ્વિકારતા છોટાઉદેપુર ACB પીઆઇ સહિતના સ્ટાફે ટ્રેપ કરતાં PSIરબારી તક જોઇને ફરાર થઇ ગયા હતા. આ મામલે પીએસઆઇ રબારી અને કોન્સ્ટેબલ હાર્દિક સામે રાત્રે ગુનો દાખલ કરાયો હતો. રાતોરાત દાહોદના રળિયાતી રોડ ઉપર કાના રેસીડેન્સીમાં રહેતાં રબારીના ઘરે અને પોલીસ લાઇનમાં રહેતાં હાર્દિકના ઘરે ACBએ સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું પરંતુ કંઇ મળ્યું ન હતું. તપાસ દાહોદ ACB પીઆઇને સોંપાતા મોબાઇલની તપાસ, નિવેદનની વિડિયોગ્રાફી, ગાંધીનગર ખાતે વૈજ્ઞાનિક પરિક્ષણ માટે લઇ જવા માટે હાર્દિકના 1 તારીખ સાંજના પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં. દાહોદ ACBએ ફરાર થઇ ગયેલા પીએસઆઇ રબારીની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...