તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ સામે રક્ષાત્મક ઉપાયો તેમજ દવાઓનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વના 260 દેશોમાંથી મોટાભાગના દેશો કોરોના વાયરસની લપેટમાં આવી ગયા છે અને આવી મોટી મહામારી સામે લડવા માટે નવી નવી રસીની શોધ માટે વૈજ્ઞાનિકો મંડી પડ્યા છે.જો કે ભારતમાં આ મહામારીની અસર ઓછી જોવા મળી રહી છેટેમ છતાં પણ ભારત સરકારે સતર્કતા દાખવતા અગમચેતીના ભાગરૂપે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

જેને અનુલક્ષે શહેરા આરોગ્ય કચેરી દ્વારા શહેરા મામલતદાર કચેરીમાં ગુરુવારના રોજ પ્રાંત અધિકારી જય બારોટની અધ્યક્ષતામાં શહેરા મામલતદાર મેહુલ ભરવાડ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો ભરત ગઢવીની ઉપસ્થિતિ વચ્ચે કોરોના વાયરસ સામે રક્ષાત્મક ઉપાયો અંગે માર્ગદર્શન તેમજ હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કચેરીમાં આવનાર લોકોનું સેનેટાઇજેસન હેન્ડ વોશ કરી સમજ આપવામાં આવી હતી.

250 દવાની શીશીઓનંુ વિતરણ કરાયુંં

મામલતદાર કચેરીએ આવેલા તાલુકાના લોકોને હોમિયોપેથીક તબીબ હાર્દિકા દ્વારા 250 શીશીઓની દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 1250 જેટલા ડોઝ નો સમાવેશ થાય છે એટલે એક કુટુંબમાં ૫ (પાંચ ) જણા આ દવાનો ઉપીયોગ કરી શકે તેની સમજાવટ કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...