તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર-કવાંટ મુખ્ય માર્ગ ઉપર ગાબડા પડતા લોકોને મુશ્કેલી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર-કવાંટ મુખ્ય માર્ગ ઉપર પાનવડ નજીકમાં ગાબડા પડી જતા વાહનચાલકો, બાઈકચાલકો મુસાફરી કરવા મુશ્કેલીમાં મુકાયા છે.

જિલ્લા મથકેથી કવાંટ તાલુકા મથક સુધી જવા આવવા માટેના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડી જતા બાઈકચાલકો, વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. અહીંયા ટ્રાફિકનું ભારણ વધુ હોય બાઈકચાલકો વારંવાર પડી જવાના બનાવો આમ બન્યા છે. અને રોડનાં વળાંકવાળા વિસ્તારમાં બાઈકસવારના નાના અકસ્માત રોજીંદા બન્યા કરે છે. રાત્રીના સમયે અહીંયા વાહનચાલકો માટે કાળજી લેવી અનિવાર્ય બની છે. જિલ્લા મથકે કામકાજ અર્થે આવતા જતા કર્મીઓ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, ગ્રામીણ વિસ્તારોમાંથી કામકાજ અર્થે આવતી ગ્રામીણ પ્રજાને માર્ગ ઉપર પડેલા ગાબડાથી ભારે મુશ્કેલી વેઠીવી પડી રહી છે. સદર માર્ગ ઉપરથી જિલ્લા કક્ષાના અધિકારીઓ સરકારી કામ અર્થે આવતા જતા હોય છે. પરંતુ લકઝુરીયસ ગાડીઓમાં રોડના ગાબડાની અસર થતી નથી. રોડની હાલતની અસર અને મુશ્કેલી પ્રજાને વેઠવી પડી રહી છે. જેનો સત્વરે ઉકેલ સબંધિત વિભાગ દ્વારા પ્રજાહિતમાં લવાય તેવી માગ ઉઠવા પામી છે.

રોડનાં વળાંકવાળા વિસ્તારમાં અકસ્માત રોજીંદા બને છે

_photocaption_રોડના ગાબડા તસ્વીરમાં નજરે પડે છે. }ઇકબાલ શેખ*photocaption*

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો