હાલોલમાં ખાનગી કંપનીએ વીજબીલના 1.75 કરોડ ન ભરતા વીજપુરવઠો સ્થગિત કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ વડોદરા રોડ પર બાસ્કા ગામ પાસે આવેલ રેલવેના ઇક્યુમેન્ટ પાર્ટ્સ બનાવતી ઇન્ડુસર ગ્લોબલ કંપનીનું 1.75 કરોડ રૂપિયા વીજ બિલ ન ભરવામાં આવતા વીજ કમ્પની દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા 265 કામદારોને રોજી રોટીનો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલોલ વડોદરા રોડ પર બાસ્કા ગામ પાસે આવેલ રેલવે ના ઇક્યુમેન્ટ પાર્ટ્સ બનાવતી ઇન્ડુસર ગ્લોબલ કંપની નું રૂપિયા 1.75 કરોડ વીજ બિલ ન ભરાતા વીજ કમ્પની દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામા આવતા છેલ્લા બે મહિનાથી 265 જેટલા કામદારો અને કંપની સ્ટાફ 50 મળી 315 પરિવારોની રોજીરોટી બંધ થઈ જતા નાસીપાસ થયેલા કામદારો એ પોતાનો હક મેળવવા કંપની બહાર ધરણા કરી પોતાનો વિરોધ દર્શાવી ન્યાય માટે સરકાર ને અપીલ કરી છે

વીજ તંત્ર સામાન્ય રીતે તો ઘરનું એક વીજ બિલ બાકી હોય તો પણ કોઈ શેહસરમ રાખ્યા વગર વીજ કનેકશન કાપી નાખે છે, તો કોની મહેરબાનીથી ઇન્ડુસર ગ્લોબલનું પોણા બે કરોડ જેટલું બિલ ચડી જવા દીધું ? તે મોટો સવાલ છે.

હાલોલની ઇનડુંસર ગ્લોબલ કંપનીમાં કામદારોન ત્રણ મહિનાથી પગાર ન મળતા કંપનીની બહાર ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મકસૂદ મલિક

કામદારો દ્વારા હાલોલ પ્રાંત અને મામલતદારને આવેદન પણ અપાયું
બે મહિનાથી વગર કામ ના રોજ કંપની માં આવી બેસી રહીયે છીએ, અમારી પચાસ ઉપર ની ઉમર છે બીજી કંપની માં કોઈ રાખે પણ નહીં અમારી પગાર.પીએફ ના નાણાં સહિત ની સમસ્યા અંગે કામદારો દવારા હાલોલ પ્રાંત અને મામલતદાર ને આવેદનપત્ર પણ આપ્યું હતું પણ તેનું કોઈ પરિણામ નથી મળ્યું સરકાર દવારા અમને કોઈ વિકલ્પીક રસ્તો કરી આપે એવી આશા રાખીએ છીએ. સંજય પાટીલ, કામદાર

સરકાર નક્કર પગલાં ભરી અમારો બાકી પગાર અપાવે
કંપની સંચાલકએ અમારા પીએફના નાણાં નહીં જમા કરાવતા તેમની સામે પોલીસ ફરિયાદ થઈ છે ફરિયાદમાં મુંબઈ નું એડ્રેશ હોવાથી પોલીસને કંપની પર આવી પરત ફરવું પડે છે ગત રાત્રે પણ હાલોલ પોલીસ કંપની પર શોધવા આવી હતી. કંપનીના રિટાયર્ડ થયેલ 6બકામદારો ને આજદિન સુધી હિસાબ મળ્યો નથી જેમાં બે કામદારો ભગવાન ને પ્યારા થઈ ગયા છે ત્યારે સરકાર નક્કર પગલાં ભરી અમારો બાકી પગાર અપાવે તેવી અમારી લાગણી અને માગણી છે. પી.વી શાહ, કર્મચારી

કામદારો લાચાર બન્યા
દિવાળીના સમયે 24 ઓક્ટોબરના રોજ જેટકોના સર્વે બાદ જીઇબીએ વીજ પુરવઠો કાપી નાખતા કંપનીનુ પ્રોડકસન બંધ થઈ જવા પામ્યુ હતું. ત્યારથી કામદારો બેકાર બની ગયા હતા તેમ છતાં કામદારો આજે નહીં તો કાલે કંપની ચાલુ થશેની આશા સાથે રોજ ઘરેથી ટિફિન લઇ આવી કંપનીમાં બેસતા અને સાંજે ઘરે જતા હતા. સંચાલકો પાસે બાકી પગાર ની માગણી કરતા કોઈ જવાબ ન મળતા કામદારોએ ભારે વેદના વચ્ચે આજેના છુટકે આજે કંપની સંચાલક અને સરકારને જગાડવા કંપની બહાર ધરણા કરી વિરોધ દર્શાવ્યો હતો.

પોણા 2 કરોડનું બિલ ચડવા દીધું
ઇન્ડુસર ગ્લોબલ કંપની રેલવેના પાટા વચ્ચે વપરાતા રેલવે ઇન્સલન્ટ પાર્ટ્સ બનાવે છે કંપનીમાં 165 કામદારો કાયમી છે જયારે 100 જેટલા ત્રણ કોન્ટ્રાક્ટરોના કામદારો કામ કરે છે અને 50 જેટલો કંપની સ્ટાફ છે વરસોથી વિવાદોના વાદળોમાં ઘેરાયેલી કંપનીના સનચાલકો દ્વારા કામદારોના પીએફના નાણાં નહીં ભરતા સંચાલકો સામે પોલીસ ફરિયાદો નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...