હાલોલના જ્યોતિ સર્કલ પાસેના દબાણો દૂર કરવામાં આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ જ્યોતિ સર્કલ થી પાવાગઢ માચી સુધી કરોડો રૂપિયા ના ખર્ચ એ ફોર લેન રોડ બનાવાયો છે પાવાગઢ આવતાજતા પગપાળા યાત્રાળુઓ ની સલામતી માટે રોડ ની ડાબી બાજુ ફૂટ પાથ બનાવી તેના પર લોખંડ ની ગ્રીલ લગાવાઈ છે કમ નસીબે ફુટપાથ બન્યા બાદ તંત્ર દવારા કોઈ દરકાર ન કરાતા ફુટપાથ પર લારી ગલ્લા સહિત લોકો એ કાચા ઘરો બાંધી અડિંગો જમાવી દેતા તંત્ર માટે માથા નો દુખાવો બની ગયો હતો આ અંગે નો અહેવાલ દિવ્યભાસ્કર એ પ્રસિદ્ધ કરતા નવરાત્રી ના અનુસંધાન માં નવનિયુક્ત કલેકટર એ હાલોલ થી પાવાગઢ માચી અને માચી થી ડુંગર સુધી પોતાની ટિમ સાથે રાખી યાત્રાળુઓ ને કોઈ તકલીફ ન પડે અને સુવિધાઓ મળી રહે માટે જુરૂરી સૂચનો કર્યા હતા જેના ભાગ રૂપે હાલોલ મામલતદાર આર એનબી.પોલીસ સહિત ના કાફલા એ હાલોલ જ્યોતિ સર્કલ પાસે આવેલ પાવાગઢ બાયપાસ રોડ પર ફુટપાથ પર સાત મોટા દબાણકારો ના દબાણો જેસીબી મશીન દવારા દૂર કરી ફુટપાથ ખુલ્લો કરાયો હતો દબાણો ને લઇ પાવાગઢ જતા યાત્રાળુઓ રોડ પર ચાલતા અનેક વાર અકસ્માતો નો ભોગ બને છે માટે ફુટપાથ પર ફરીવાર દબાણો યથાવત ન થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...