તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિકઅપ સ્ટેન્ડ આજુબાજુના દબાણો દૂરકરવામાં આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડાણા તાલુકાના માલવણ ગામે પીક-અપ સ્ટેન્ડ આજુબાજુ ના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મુસ્તાક શેખ

ભાસ્કર ન્યુઝ | માલવણ

કડાણા તાલુકાના માલવણ ગામે ગેરકાયદેસર દબાણ કર્તા દબાણો ને તંત્ર ધ્વારા હટાવમાં આવ્યા હતા માલવણ ગામની તેમજ પ્રજાને વધુ સારી સુવિધા મળે તે હેતુસર સરકાર ધ્વારા માલવણ ગામમાં નવીન પીક-અપ સ્ટેન્ડ નવીન બાંધ કામ કરવાનું હોવાથી દબાણો દૂર કરાયા છે.નાના દુકાનદારો તેમજ શાકભાજી લારીઓ વાળા ધ્વારા અર્ડીંગો જમાવીને બેઠેલાને તંત્ર ધ્વારા દૂર કરાયા હતા. અને જૂનું પીક-અપ સ્ટેન્ડ નું બાંધ કામ તોડી પાડવામાં આવ્યું હતું આમ માલવણ ગામે દબાણ દૂર કરવામાં કડાણા પોલીસ સ્ટેશન ના પી.આઈ.પરમાર તેમજ તેમનો સ્ટાફ લગભગ ૭૨ પોલિસ તથા લેડીશ સ્ટાફ નો કાફલો માલવણ ગામે આવેલ હતો આમ આખા દિવસ દરમિયાન સવારના ૧૦ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી દબાણની પ્રક્રિયા ચાલી હતી અને કડાણા મામલતદાર તથા સ્ટાફ તથા કડાણા તાલુકા પંચાયત માથી એ.ટી,ડી.ઓ .પણ હાજર હતા. આમ સંમગ્ર જૂના પીક-અપ સ્ટેન્દ્ને જે.સી .બી.ધ્વારા તોડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. માલવણ બજારમાં વર્ષો થી પે એંડ સૂઝ ની પડતી તકલીફો ને હવે દૂર થસે તેવું આ નવીન પીક-અપ સ્ટેન્ડમાં તેનો સમાવેશ કરવામાં આવેલ છે.જેથી તેની સમસ્યા દૂર થશે તેથી લોકોને આનદ ની લાગણી છે. ગામમાં દુકાનદારો ને શાકભાજી વાળા ઓનો પ્રશ્નના નિકાલ માટે માલવણ પંચાયત દ્વારા નવીન શોપિંગ બાંધી તેમાં તમારો સમાવેશ કરી આપવાની પણ પંચાયત દ્વારા ખાત્રી આપી છે.

વેપારીઓ સાથ સહકાર આપ્યો
 સવારથી દબાણ દૂર કરવામાટે ની કામગીરી હાથ ધરવામાં આવી છે.પોલિસ બંદોબસી તેમજ અધીકારીઓ મળીને શાંતિમય વાતાવરણ રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા છે.કોઈ પણ પ્રકારની વેપારીઓ કે અન્ય વ્યક્તિઓ ધ્વારા કોઈ બબાલ કરવામાં આવી નથી આ દબાણ થતા સ્થાનિક પ્રજા ખુશ-ખુશાલ જોવા મળી છે. મામલતદાર, કડાણા

અન્ય સમાચારો પણ છે...