તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંબાલીમાં અનસુયા માતાજીના મંદિરનાે વહીવટ ગ્રામ પંચાયતને સોંપવા રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોર તાલુકાના અંબાલી ગ્રામ પંચાયતના તથા ગ્રામજનો દ્વારા પોતાની હદમાં આવેલ જગ પ્રસિદ્ધ શ્રી અનસુયા માતાજીનું મંદિર જેનો વહીવટ સરકાર હસ્તક છે.તેના ગેરવહીવટની તપાસ કરી મંદિરનો વહીવટ ગ્રામ પંચાયતને સોંપવા ઉચ્ચકક્ષઆએ રજૂઆત કરેલ છે.

અંબાલી ગામની માત્ર અડધો કિલોમીટર દૂર પુરાણુ પ્રસિદ્ધ શ્રી અનસુયા મતાજીનું મંદિર આવેલ છે. અને દૂર દૂરથી યાત્રાળુઅો મોટી સંખ્યામાં દર્શન તથા બાધા પુરી કરવા આવી માતાજીને સોળ હાથની સાડી અને દાગીના, રોકડ રકમનું મોટુ દાન કરે છે. મંદિરનો વહીવટ મામલતદાર શિનોર હસ્તક છે. જેઓ પુરતુ ધ્યાન આપી શકતા નથી. પરંતુ શ્રી અનસુયા માતાજી પુજારી પ્રગતિ મંડળ દ્વારા પુજા તથા દાન પેટીનો વહીવટ કરાય છે. આ મંડળ દ્વારા પોતાના નામની પાવતી બુકો છપાવીને યાત્રાળુઓ પાસેથી મોટી રકમનું દાન લઈ મામલતદાર શિનોરને જમા કરાવતા નથી. અેવા આક્ષેપ સાથે આ મંદિરનો વહીવટ પંચાયતને સોપવા લેખીત રજૂઆત ચેરીટી કમીશનર, કલેકટર, નાયબ કલેકટરને કરાયેલ છે. મદદનીશ કલેકટર કરજણ દ્વારા શિનોર મામલતદારને અંબાલી ગ્રામજનોની અસલ અરજી આપી પુજારી દ્વારા થયેલ ગેરરીતિ અંગે ખરેખર હકીકત શુ છે તેની જરૂરી તપાસ કરીને રીપોર્ટ કરવા સૂચના આપેલ છે. અંબાલીના ગ્રામજનો દ્વારા છેલ્લા દોઢ માસથી મંદિરમાં રવિવારે જ્યારે યાત્રાળુઓ વધારે આવે છે. અગાઉ પુજારીઓ દ્વારા જૂની દાનપેટીની ઉપર પાળી મુકી દાળ થાળીમાં મુકાવીને પોતે લઈ જવાનો આક્ષેપ અરજીમાં કરાયેલ છે. મામલતદાર કચેરીમાં આ અઠવાડીક દાન પેટીનો હિસાબ જોતા ગ્રામજનોની વાતમાં સત્યતા બહાર આવેલ છે. અગાઉ પુજારીઓ દ્વારા અઠવાડીયામાં માત્ર રૂ. 500થી 900 જમા થતા હતા. જ્યારે ગ્રામજનો દ્વારા ચોકસાઈ રખાતા ...અનુસંધાન પાના નં.2

અર્ચના કરવામાં પુજારીઓને કરાતી કનડગત
શ્રી અનસુયા માતાજી મંદિરના પુજારીઓ હિતેન્દ્ર જોષી, અનિલ જોષી, પ્રિતેશ જાની જણાવે છે કે વર્ષોથી માતા અનસુયાજીની પુજા આરતી અને ધાર્મિક પ્રસંગો ઝાંઝડ ગામના કદમી બ્રાહ્મણ કરીએ છે. મંદિરનો અન્ય વહીવટ મામલતદાર હસ્તક છે. અંબાલી પંચાયત દ્વારા વહીવટ કરવાનો અધિકારના હોવા છતાં વર્ષોની પરંપરા મુજબ કદમી બ્રાહ્મણ પુજારીઓને પુજા આરતી અર્ચના કરવામાં અડચણ ઉભી કરે છે તે દૂર કરવા અમોએ મામલતદારને રજૂઆત કરેલ છે.

બળ જબરીથી દાન ઉઘરાવવામાં આવતું નથી
શ્રી અનસુયા માતાજી પુજારી પ્રગતી મંડળના ઉમેશભાઈ જોષી જણાવે છે કે અમારુ મંડળ રજિસ્ટર નોંધાયેલ છે અને દાન મદદની પાવતી અપાય છે. તેનુ નિયમિત ઓડીટ થાય છે. અમો દ્વારા યાત્રાળુઓ માટે દર રવિવારે ટોકન રૂ. 10થી અન્નક્ષેત્ર ચલાવાય છે. વિશ્રામગૃહ બનાવેલ છે તથા નર્મદા પરીક્રમાવાસીઓને વિના મૂલ્યે ભોજન સવાર સાંજ અપાય છે. જેથી આની દાન મદદનો યથા યોગ્ય ઉપયોગ યાત્રાળુઓના હિતમાં કરાય છે. બળજબરીથી દાન મદદ ઉઘરાવાતી નથી, મામલતદાર કચેરીનો કોઈ પણ માણસ આ મંદિરમાં ઘણા સમયથી આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...