પંચમહાલના તમામ તાલુકા મથકે RTO કચેરી શરૂ કરવા રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં સરકાર દ્વારા વાહનવ્યવહાર અંગે નવા નિયમો અમલી બનાવી દેવામાં આવ્યા છે ત્યારે વાહનચાલકો પણ લાયસન્સ રીન્યુ કરાવવા અને નવા કઢાવવા સહિતના વિવિધ પ્રકારના આરટીઓ ને લગતા કામો માટે પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે દોડધામ કરી રહ્યા છે ત્યારે લોકોની અગવડતાને ધ્યાને લઇ પંચમહાલ જિલ્લાના તમામ તાલુકા મથકોએ આરટીઓ કચેરીની સુવિધા ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.

પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટી એ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સચિવ આર.સી.ફળદુ, મુખ્ય સચિવ તેમજ કમિશનરને પત્ર લખી માંગ કરી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મોટર વાહન અધિનિયમ 2019 અમલ કરવામાં આવ્યો છે, જે અન્વયે પંચમહાલ સહિતના જિલ્લા કક્ષાની આરટીઓ કચેરીઓ ઉપર દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારમાંથી અરજદારોની સંખ્યાઓ માં ખૂબ જ વધારો થયેલ છે, નવા લાયસન્સ, જુના લાયસન્સ રીન્યુ તેમજ આરટીઓને ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...