તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળા આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર અને નર્સની જગ્યા ભરવા રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર અને નર્સની જગ્યાઓ ઘણા સમયથી ખાલી હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બાવળાએ નેશનલ હાઇ-વે નંબર-8 ઉપર આવેલું છે. જેથી આ હાઇવે ઉપર દરરોજ નાના મોટા અકસ્માતો થયા કરે છે. અકસ્માતમાં ઘણા મૃત્યુ પણ પામે છે. જેથી તેમનું પી.એમ.પણ અહીં કરવામાં આવતું હોય છે.

પરંતું ડૉકટરો જ નહીં હોવાથી તાલુકાનાં બીજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોને બોલાવીને પી.એમ.કરાવવું પડે છે. બહારથી ડૉક્ટર બોલાવવામાં સમય પણ જાય છે. આ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં અધિક્ષકની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી છે. આ ઉપરાંત ત્રણ મેડીકલ ઓફિસરનું મહેકમ છે. તે પૈકી એક મેડીકલ ઓફિસર લાંબી રજા ઉપર છે. એક મેડીકલ ઓફિસર તાલીમમાં છે. ત્રીજા મેડીકલ ઓફિસર નિવૃત્તિની નજીક છે. જેથી તાલુકા બહારના ડૉક્ટરોને ડેપ્યુંટેશન ઉપર મુકવામાં આવે છે. તેમાં અમુક ડૉક્ટર તો આવતાં જ નથી. તેમજ બહારથી આવેલા ડૉક્ટરો મોટા ભાગના દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં કે અમદાવાદ સોલા સીવીલમાં મોકલી આપે છે. પહેલા આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મહીનાની 100થી વધારે ડીલીવરી થતી હતી તેની જગ્યાએ અત્યારે સ્ટાફ નહી હોવાથી 20 ની આસપાસ થાય છે. સાથે સાથે આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ સાત સ્ટાફ નર્સની જગ્યા છે જેમાંથી પાંચ જગ્યા ખાલી છે. ફક્ત બે સ્ટાફ નર્સથી સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાલે છે. ત્યારે દર્દીઓને પડતી હાલાકીથી અમદાવાદ જીલ્લા પંચાયતનાં પ્રમુખ જીતેન્દ્રસિહ ચોહાણે રાજયનાં આરોગ્ય મંત્રી કિશોર કાનાણીને લેખીત રજુઆત કરી છે કે બાવળા હાઇવે ઉપરનું તાલુકા મથક છે.

અકસ્માતનું પ્રમાણ વધુ છે. ઈમરજન્સી ઘણા દર્દીઓ આવે છે.અપૂરતા સ્ટાફના કારણે દર્દીઓને તેમના સગાઓને ખુબજ મુશ્કેલી વેઠવી પડે છે. પોસ્ટ મોટમ જેવા કિસ્સામાં ઘણી હાલાકી ભોગવવી પડે છે. સ્ટાફ ભરવા અનેક રજુઆતો થયેલ છે. તો આ જગ્યાઓ સત્વરે ભરવા વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...