તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંડાળાથી પિસઇના રોડ પર નમી ગયેલા વીજ પોલ જોખમી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ તાલુકાના મંડાળા ગામથી પિસઇ ગામ તરફ જતા માર્ગની બાજુમાં વિજ લાઇનના સિમેન્ટના પોલ ખેતરો તરફે જોખમી રીતે નમી પડ્યાં છે. મોટો અકસ્માત થવાની ભીતિ તેમજ ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેત મજુરોને જાનનું જોખમ લાગી રહ્યુ છે. વિજ કંપનીએ વિજ લાઇનના નમી પડેલા પોલનું સમારકામ કરી જોખમ દુર કરે તેવી ગ્રામજનોની લાગણી છે.

મધ્ય ગુજરાત વિજ કંપનીના કાર્યરત વિજ કર્મીઓ ગ્રામ્ય વિસ્તારમાં વિજ સ્પ્લાયની લાઇનોની બેદરકારી રાખતા હોવાના છાશવારે દાખલા જોવા મળી રહ્યાં છે. ક્યાંક વિજ પોલ પર લીલી વનસ્પતિના વેલા ચઢેલા જોવા મળે છે તો ક્યાક વિજ વાયરો નીચા નમી પડેલા કે લટકતા જોવા મળતા હોવાના દાખલા ઘણીવાર સામે આવ્યા છે. ત્યારે ડભોઇ તાલુકાના મંડાળાથી પિસઇ જતા માર્ગની બાજુમાંથી પ્રસાર થતી વિજ લાઇનના થાંભલા નમી પડ્યા હોવા છતા પણ વિજતંત્ર દ્વારા સમારકામ થતું ન હોય ગ્રામ્ય વિસ્તારની ભોળી પ્રજાને તંત્રના પાપે જીવનું જોખમ લાગી રહ્યું હોય ખેતરોમાં કામ કરતા ખેત મજુરોથી માંડીને રસ્તેથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોના જીવ પણ નમી ગયેલા વિજ પોલને જોઇ તાળવે ચોંટી જતા હોય ક્યાક અકસ્માતે વિજપોલ ધરાસાઇ થાય તો જીવંત વિજ કરંટથી અકાળે કોઇક નિર્દોષ વ્યક્તિના રામ રમી જાય તેના વિચાર માત્રથી કંપાળી છુટી જતી હોય વહેલી તકે મધ્ય ગુજરાત વિજ કંપણી દ્વારા સમારકામ હાથ ધરી લાઇનોના વિજ પોલ સરખા કરાય તેવી ગ્રામજનોની માંગ છે.

પંચ તંત્ર
મંડાળાથી પિસઇના રોડ પર નમી ગયેલા જોખમી વીજ પોલથી લોકોમાં ભય ફેલાયો હતો.તસવીર સઇદ મન્સુરી

અન્ય સમાચારો પણ છે...