તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરમાં હોબાળો થતાં હોમગાર્ડની ભરતી મુલતવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં હોમગાર્ડ જવાનોની જગ્યા 137 ખાલી હોય એ અંગે ભરતી કાર્યક્રમ શરૂ થયો હતો. તા. 23ના રોજ છોટાઉદેપુર ખાતે પાનવડ યુનિટ માટે 24 રંગપુર યુનિટ માટે 24 અને છોટાઉદેપુર માટે 33 હોમગાર્ડ જવાનોની ભરતી થઈ એ યોગ્ય નથી એમાં ભ્રષ્ટાચાર થયો છે. એવા આક્ષેપો અન્ય ભરતીમાં આવેલ યુવાનોએ કરતા અને ભારે હોબાળો થતા ભરતી મુલત્વી રાખવાનો નિર્ણય કરાયો છે.

સેક્રેટરીએટ બિલ્ડીંગ પાસે છોટાઉદેપુર હોમગાર્ડ યુનિટનું કેન્દ્ર આવેલ છે. ત્યાં તા. 23ના રોજ હોમગાર્ડ ભરતી થઈ હતી. તેમાં પસંદગી પામેલના નામો જાહેર કરવામાં આવતા અગાઉ પસંદ થયેલ યુવાનોના નામો નહીં આવતા ભારે હોબાળો થયો હતો. ત્યાં હાજર રહેલ યુવાનોએ કહ્યું હતું કે આજથી એક વર્ષ અગાઉ હોમગાર્ડની ભરતી કરવામાં આવી ત્યારે અમારું સિલેક્શન થયેલ હાલની પસંદગી યાદીમાં અમારા નામો નથી. આ ભરતી લાગવગથી કરી નવા નામો સામેલ કરી દેવામાં આવ્યાના આક્ષેપ કરી યુવાનોને ભારે હોબાળો કર્યો હતો. જેને લઈ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મંગુભાઇ રાઠવા અને ક્લાર્ક મૂંઝવણમાં મુકાઈ ગયા હતાં.

આ સંદર્ભે કોંગ્રેસના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાની આગેવાની હેઠળ એક આવેદન પત્ર નિવાસી કલેકટરને આપવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે જ્યારે જૂની ભરતી એક વર્ષ અગાઉ થઈ ત્યારે કેટલાક યુવાનો સિલેક્શન થયા હતાં. તેઓના નામ સિલેક્શન યાદીમાં આવ્યાં નથી અને તા. 23ની ભરતીમાં જેઓ દોડ્યા પણ નથી.

તેઓને સિલેક્શનની યાદીમાં સમાવવામાં આવ્યા છે તો આ તા. 23ના ભરતી થઈ એ રદ થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે. જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મંગુભાઇ રાઠવાએ ફોન ઉપર જણાવ્યું હતું કે હોમગાર્ડ ભરતીમાં ભારે ભીડ હતી અમોએ યોગ્ય વ્યકતીની પસંદગી કરી હતી પરંતુ તેમાં આક્ષેપો થતા અમો તા. 23ની ભરતી અમો રદ કરીયે છીએ હવે નવેસરથી ભરતી અમદાવાદથી અધિકારીઓ આવશે અને કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો