તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદના બોળ ગામમાં CAAના સમર્થનમાં પોસ્ટકાર્ડ અભિયાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાડોશી દેશોમાં વર્ષોથી પીડિત થઈ રહેલા ભારતીય ‘અલ્પસંખ્યકો’ને પુનઃવસન અને ભારતની નાગરિકતા દેવાના ઉત્તમ હેતુ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં “નાગરિકતા સંશોધન અધિનિયમ”ને પારીત કરવામાં આવ્યું, જેના સમર્થન અને નાગરિકોમાં જાગૃતિ અર્થે સાણંદના બોળ ગામે રેલી અને હસ્તાક્ષર અભિયાન યોજાયું હતું .

બોળ ગામે ઘરે ઘરે જઈને અધિનિયમ અન્વયે પત્રિકાઓનું વિતરણ કરીને લોકોમાં જાગૃતિ ફેલાવવાની પહેલ કરી હસ્તાક્ષર અભિયાન’ અને પોસ્ટકાર્ડ લખાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે જ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીના અવસરે તેમને પુષ્પાંજલી આપી પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો.ઋત્વીજ્ભાઈ પટેલ ,જિલ્લા ભાજપના પ્રમુખ આર.સી.પટેલ, મહામંત્રી શૈલેષભાઈ દાવડા, ઉપપ્રમુખ સવજીભાઈ કોળી પટેલ, યુવા મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ બારડ, મહામંત્રી મયુરભાઈ ડાભી, અમદાવાદ જિલ્લાના CAA જનજાગરણ અભિયાન ના ઇન્ચાર્જ દિલીપસિંહ બારડ, જિલ્લા પંચાયતના સદસ્ય અજમલભાઈ બારડ, પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય રણધીરસિંહ પઢેરીયા, શંભુ રત્નોતરની સહઉપસ્થિતમાં નાગરિકોને અધિનિયમના સાચા તથ્યોથી અવગત કરાવી ખોટા ભ્રમોથી સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો