તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર જિલ્લાના ગામડાઓમાં કોમ્પ્યુટર વાન દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને જ્ઞાન અપાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના ગામડાઓમાં ગરીબ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન મળે એ માટે એકલ અભિયાન વિદ્યાલય દ્વારા એક આધુનિક કોમ્પ્યુટરોથી સજ્જ કરેલી વાન તૈયાર કરવામાં આવ્યી છે. આ વાનનું લોકાર્પણ અમેરિકાથી આવેલા હસમુખભાઈ શાહ અને જ્યોત્સનાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

એકલ અભિયાન સંસ્થાને આપેલી કોમ્પ્યુટર વાનમાં 12 કોમ્પ્યુટર ફિટ કરવામાં આવ્યાં છે. જેના દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ગામડાઓમાં દરેક ગામડામાં આ કોમ્પ્યુટ વાન 2 કલાક બેજિક તાલીમ આપશે. સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં 360 એકલ અભિયાન વિદ્યાલયો કાર્યરત છે. વિદ્યાર્થીઓને પ્રારંભથી કોમ્પ્યુટરનું જ્ઞાન એ હેતુથી 12 લાખ રૂપિયાની સોલાર કોમ્પ્યુટર વાન અમેરિકાના દાતાઓ તરફથી આપવામાં આવી છે. દરેક ગામમાં આ સોલાર કોમ્પ્યુટર વાન 2 કલાક રોકાશે અને કોમ્પ્યુટરમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને બેઝિક શિક્ષણ આપશે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ એ બેઝિક શિક્ષણ લીધું હશે. તેઓને છોટાઉદેપુર બોલાવી કોમ્પ્યુટર અંગેનું વિશેષ જ્ઞાન આપવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સોનગઢ અને છોટાઉદેપુર જિલ્લાને જ માત્ર કોમ્પ્યુટરથી સજ્જ કરેલી વાન આપવામાં આવી છે. આ કોમ્પ્યુટર જ્ઞાન આપવા પાછળનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં રોજગારી મળે એ સમાયેલો છે. આજરોજ તા.12ના રોજ મહિલાઓને રોજગારી મળે એ હેતુસર ઝોઝ મુકામે સીવણ વર્ગનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. એકલ અભિયાન વિદ્યાલયોની કામગીરી યોગ્યરીતે ચાલે એ માટે અશોકભાઈ (સાવરુ) અજમેરાને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લાના ગામડાઓમાં ગરીબ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન મળે એ માટે એકલ અભિયાન વિદ્યાલય દ્વારા એક આધુનિક કોમ્પ્યુટરોથી સજ્જ વાન તૈયાર કરવામાં આવી હદતી. વિવેક રાવલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો