તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુવેરની ટેકાના ભાવે ખરીદી નહીં કરાતા ખેડૂતોમાં રોષ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંખેડા તાલુકામાં ટેકાના ભાવે તુવેર ખરીદીનો આરંભ નહી થતાં તુવેર પકવતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ. બજારમાં તુવેરના ભાવ ઘટીને 5000 રૂપિયા ક્વિન્ટલના થયા છે. જ્યારે સરકારનો ટેકાનો ભાવ 5675 રૂપિયા છે. હાલમાં તુવેરની આવક શરૂ થયેલી છે. 1702 ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર વેચવા માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

સંખેડા તાલુકામાં તુવેરની આવક શરૂ થઈ જતાં હવે ખેડૂતો સરકાર ક્યારે ટેકાના ભાવથી તુવેર ખરીદી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. સંખેડા તાલુકામાં તુવેરનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે. છેલ્લા બે વર્ષથી તુવેરના બજારભાવ કરતા સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો ઊંચા રહેતા હોઇ ખેડૂતો ટેકના ભાવે તુવેર વેચે છે. ચાલુ વર્ષે તુવેરનો ટેકાનો ભાવ 5675 રૂપિયા જાહેર કરેલા છે.જ્યારે અત્યારે તુવેરનો પાક બજારમાં આવ્યો ત્યારે તુવેરના ભાવ 5000 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.જેથી ખેડૂતો સત્વરે સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ થાય એની માંગ કરી રહ્યા છે.

તુવેરના ભાવ 20 દિવસમાં 700 રૂપિયા તૂટ્યાં
સંખેડા તાલુકામાં કાચા માલનો વેપાર કરતા વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે વીસ દિવસ અગાઉ તુવેરના ભાવ કવીંટલના 5700 રૂપિયાની આસપાસ હતા.પણ આજે ભાવ ગગડીને 5000 રૂપિયા થઈ ગયા છે.ખેડૂતનો માલ બજારમાં આવવાના દિવસો આવતા જ ભાવ ઘટવા લાગ્યા છે.જેથી ખેડૂતોને ટેકાના 5675 રૂપિયા કવીંટલના ભાવથી તુવેર વેચવા માટે ક્યારે ખરીદી શરૂ થાય એની રાહ જોવી પડી રહી છે.

તુવેરના સેમ્પલ લેવાનું શરૂ થયું છે
સંખેડા તાલુકા સસ્તા અનાજના ગોડાઉનમાં આજથી તુવેરના સેમ્પલ લેવાનું ચાલુ થયું છે.હજી ગ્રેડિંગ મશીન આવ્યું નથી.ગ્રેડિંગ મશીન આવ્યા બાદ લેવાયેલ સેમ્પલની ચકાસણી કરવામાં આવશે.ક્યાં ખરીદી થશે એ હજી નક્કી નહીં હોવાનું અત્રેના સૂત્રોએ જણાવ્યું હતું.

હાંડોદ સેન્ટર ખાતે ખરીદી શરૂ થવાની શક્યતા
હાંડોદ સેન્ટર ખાતે આવતા મહિને તુવેર ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની શક્યતા છે. હજી તુવેરનો પાક આવી રહ્યો છે. બારદાન આવી ગયાં છે. જીતુભાઇ,સેક્રેટરી સંખેડા એપીએમસી

ખરીદી શરૂ થાય તો ક્રોપ લોન પણ ભરી શકાય
અત્યારે તુવેરનો પાક ખેતરમાંથી ખેડૂતના ઘરે આવી રહ્યો છે.જલ્દીથી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થાય એ જરૂરી છે. માર્ચ એન્ડિંગ પણ આવી ગયો છે. જેથી જલ્દી ખરીદી થાય તો ખેડૂતો જલ્દીથી ક્રોપ લોન પણ ભરી શકે. અનાવરભાઈ મલેક,ખેડૂત કાળી તલાવડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો