તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકામાં આવેલા શંકરપુરામાં ઉકરડાને સળગાવતા હવાનું પ્રદૂષણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધોળકામાં આવેલા શંકરપુરા વિસ્તારમાં અવાર-નવાર ઉકરડા સળગાવીને હવાનું પ્રદૂષણ ફેલાવાય છે. જેમાં શુક્રવારે સવારમાં પણ ઉકરડો સળગાવવામાં આવ્યો હતો. હાલ બાળકોની પરીક્ષા પણ ચાલે છે. ધોળકાના આ પોશ વિસ્તાર ગણાતાં વિસ્તારમાં જૈન દેરાસર, વિશ્વકર્મા મંદિર, ગાયત્રી મંદિર, સર્કિટ હાઉસ, બેંકો તેમજ ધોળકાની જાણીતી શરણમ હોસ્પિટલ, પાશ્વનાથ હોસ્પિટલ(ક્લીકુંડ) તેમજ પ્રાઈવેટ દવાખાના અને જાણીતી સ્વામી વિવેકાનંદ તેમજ સરસ્વતી શાળા આવેલી છે.અહીં નગરજનો વહેલી સવારે ચાલવા પણ આવતાં હોય છે. મેડિકલ વેસ્ટનો અત્યંત જોખમી કચરો જાહેરમા ફેંકીને કાયદાની ઐસીતેસી કરી આરોગ્ય તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. આ મેડિકલ વેસ્ટ મધરાતે સળગાવી દેવામાં આવે છે. તેમજ કોઈ વાર સંધ્યાકાળે સળગાવી દેવામાં આવે છે.

જૈવિક કચરો બાયો મેડિકલવેસ્ટ માટેનો કાયદો છે અને તેના નિયમો છે પરંતુ જાણે તે કાયદાને કચરા પેટીમાં નાંખી દેવાયો હોય તેવી હાલત છે. આ ઉકરડા સળગાવતાં વાતાવરણ બગડે અને લોકોના આરોગ્યને ગંભીર નુકસાન પહોચે છે. અગાઉ ધોળકામાં મલાવ તળાવના બગીચા પાસે જાહેરમાં હોસ્પિટલો દ્વારા બાયો મેડિકલવેસ્ટ નાખવામાં આવી રહ્યો હતો. જેથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. આજે હોસ્પિટલો દ્વારા નખાતા કચરાથી રોગચાળો ફેલાવાની ભીતિ સ્થાનિકોને સતાવી રહી છે. સાથે સાથે રખડતી ગાયો પણ આ કચરાને ખાતી જોવા મળે છે.હાલ ક્લીકુંડ વિસ્તારમાં આવેલી શાળામાં વિદ્યાર્થીઓને તેમજ મંદિર જતાં ભક્તોને આ ઉકરડાનાં ધુમાડાનાં કારણે મોંઢા પર રૂમાલ બાંધી ને જવું પડે છે.

_photocaption_શહેરમાં ધુળિયું વાતવરણ ફેલાયું હતું. તસવીર માર્ગેશ મોદી*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો