તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલ જિલ્લાના મતદાર ન હોય તેવા રાજકીય કાર્યકરોએ વિસ્તાર છોડવાનો રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા સામાન્ય ચૂંટણી-2019 અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તમામ લોકસભા મતવિભાગો માટે તા. 23 એપ્રિલ2019ના રોજ મતદાન યોજાનાર છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-126 હેઠળ મતદાન પૂરૂ થવા માટે નિયત કરેલ સમય સાથે પૂરા થતા 48 કલાક પૂર્વેના સમયમાં ચૂંટણી પ્રચાર બંધ કરવાની જોગવાઈ છે.

તા.21એપ્રિલ2019ના સાંજના6 કલાકેથી ચૂંટણી પ્રચાર બંધ કરવાનો રહેશે. ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂર્ણ થયા બાદ જે-તે વિસ્તારનાં મતદાર ન હોય તેવા રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકોએ તા.21એપ્રિલ2019 ના 6 વાગ્યા સુધીમાં તાત્કાલિક ધોરણે સંબંધિત મતદાર વિભાગ છોડીને જતા રહેવાનો હુકમ, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144થી મળેલ સત્તાની રૂએ પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહેન્દ્ર એલ. નલવાયા દ્વારા બહાર પાડ્યો છે. પંચમહાલમાં પોલિસ તંત્ર-જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને સાર્વજનિક સભાખંડો, હોટેલ, રેસ્ટોરેન્ટ, વીશી અને અતિથીગ્રહોની ઘનિષ્ઠ તપાસ તેમજ મતદાર વિસ્તારની હદમાં તપાસ ,વાહનોની અવર-જવર ઉપર દેખરેખ રાખી ચૂંટણી પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ લોકો મતદાર વિભાગમાં રોકાયેલા નહીં હોવાની ખાતરીનો હુકમ કરાયો છે. આ હુકમ પંચમહાલ જિલ્લામાં તા.21-04-2019 ના સાંજના 6 વાગ્યાથી તા.23 -04-2019ના રાત્રિના 12 કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ-ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...