Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાણંદમાં CAA/NRCના વિરોધમાં રેલી કાઢતાં પોલીસે 24 લોકોની અટકાત
સીએએ અને એનઆરસીનો કાયદોનો હાલ દેશના વિવિધ શહેરોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બુધવારે સાણંદ બહુજન ક્રાંતિ મોરચા દ્વારા રેલી કાઢતા સાણંદ પોલીસે 24 લોકોની અટકાયત કરી હતી
અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
બુધવારે સાણંદ શહેરમાં બપોરે ૧૨ કલાકે સાણંદ બસ સ્ટેન્ડ નજીક બહુજન ક્રાંતિ મોરચાના લોકો એકઠા થઈ ડૉ.બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી ત્યારબાદ બહુજન ક્રાંતિ મોરચાના લોકોએ બેનર સાથે ડૉ.બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે સંવિધાન બચાવો દેશ બચાવોના સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી પરંતુ રેલીની મંજુરી નહીં હોવાથી સાણંદ પોલીસે 24 જેટલા લોકોની અટકાયત કરી સાણંદ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. બાદમાં તેઓને છોડી મુકાયા હતા અને બહુજન ક્રાંતિ મોરચાના લોકોએ સાણંદ મામલતદારને આવેદનપત્ર પાઠવીને સી.એ.એ અને એન.આર.સી કાયદાનો વિરોધ દર્શાવ્યો હતો.
બહુજન ક્રાંતિ મોરચા દ્વારા મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું આવ્યું હતું.- તસવીર : જિજ્ઞેશ સોમાણી