તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાલીસણા ગામે પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે 1 આરોપીને ઝડપ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માંડલ તાલુકાના વિઠલાપુર પોલીસ દ્વારા 9 માર્ચના રોજ જાલીસણા ગામ થયેલ ચોરી બાબતે ખાનગી વોચ રાખી વિઠલાપુર ચોકડી પાસેથી શકમંદને ઝડપી લેતા રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચોરીના ગુનામાં સંડોવાયેલા તસ્કરને ઝડપી પાડયો

પોલીસ મહાનિરીક્ષક તથા જીલ્લા પોલીસ વડા આર.વી. અસારીએ જિલ્લામાં બનતા મિલકત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા સૂચના પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર વિરમગામ ડિવિઝનના માર્ગદર્શન મુજબ વિઠ્ઠલાપુર પોલીસમાં ગુનો ગઇ તા.9 માર્ચે નોંધાયો હતો. જેમાં પો.સ્ટે. વિસ્તારમાં આવેલ જાલીસણા ગામે બસ સ્ટેન્ડની પાછળની ખુલ્લી ઓરડીમાંથી 2 મોબાઇલ કિ. રૂ. 21000ની કોઇ ચોર ઇસમે ચોરી ગયો હતો. જેનો ગુનો નોંધાતા તપાસ દરમ્યાન પી.એસ.આઇ સી.બી. ચૌહાણ તથા સાથેના એ.એસ.આઇ. દિલાવરસિંહનાઓને બાતમી હકિકત મળી હતી કે ચોરી કરનાર ઇસમ મોબાઇલ વેચવા વિઠલાપુર ચોકડી ખાતે આવનાર છે. જેથી PSI સી. બી. ચૌહાણ તથા સ્ટાફના માણસો વિઠલાપુર ચોકડી ખાતે વોચમાં ગોઠવાયા હતા. દરમ્યાન બાતમી હકિકત વાળો ઇસમ આવતાં જેની પાસે એક થેલો સ્કૂલબેગ જેવો ખભે ભરાયેલો રાખી અને શંકાસ્પદ હાલતમાં આવતાં તેને અટકાવી પૂછપરછ કરતાં તેનું નામ તેનું નામઠામ પૂછતાં કિરણ કાન્તીભાઇ પ્રજાપતિ હોવાનું જણાવ્યું હતું. જેની અંગઝડતી કરતાં તેના ખિસ્સામાંથી 2નંગ મોબાઇલ ફોન તથા તેની પાસે રહેલ થેલો ખોલાવી ચેક કરતાં તેના થેલામાંથી 3 લેપટોપ જેમાં બે એસર કંપનીનાં તથા એક ડેલ કંપનીનું તથા બીજા 8 અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોતે જાલીસણા ખાતે ખુલ્લી ઓરડીમાંથી ચોરેલ હોવાનું જણાવેલ તથા બીજા 8 મોબાઇલ જેની કુલ કિ.રૂ. 58000/- તથા 3 લેપટોપની કુલ કિ.રૂ. 45000/- મળી કુલ કિ.રૂ. 1,03000/- ના મુદ્દામાલ સાથે પોલીસે જપ્ત કર્યા હતા. આમ ઉપરોકત મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો