આંકલાવના લંપટ શિક્ષકને ઝડપવા પોલીસે 2 ટીમો બનાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવના 2 સંતાનોના પિતા લંપટ શિક્ષક 17 વર્ષની વિદ્યાર્થીનીને ભગાડી ગયો હતો. આ બંને જણાંને ઝડપી પાડવા પોલીસે 2 ટીમો બનાવી છે. આ અંગે યુવતીના પરિવાર જનોએ આંકલાવ પોલીસ સ્ટેશનમાં લપટ શિક્ષક વિરુદ્ધ અપહરણ તેમજ પોસ્કોના ગુના નોંધવામાં આવ્યો છે. લંપટ શિક્ષક પોતાનો મોબાઈલ ફોન ઘરે મુકીને વિદ્યાર્થીની સાથે ભાગી છુટ્યો છે. આથી તેનું લોકેશન મેળવવું મુશ્કેલ બન્યું છે. પોલીસે પ્રેમી પંખીડાને પકડવા માટે ખાનગી બાતમીદારોની ટીમ સક્રીય કરી છે. હોટલ અને ગેસ્ટહાઉસમાં તથા ધાર્મીક સ્થળોમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. અને લંપટ શિક્ષકના મિત્રો તથા સગા સબંધીની પુછપરછ દોર શરૂ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આંકલાવમાં આવેલી માધ્યમિક કેળવણી મંડળ શાળામાં ધો. 5થી 8માં ફરજ બજાવતો પરિણીત લપટ શિક્ષક ધર્મેન્દ્રસિંહ કિરણસિંહ પરમાર (ઉ.વ 25) રહે.આસોદર છેલ્લાં કેટલાંય સમયથી આ શાળામાં ફરજ બજાવે છે અને એજ શાળામાં અભ્યાસ કરતી ધો.12 સાયન્સની વિધાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી ભગળી જતા પરિવારજનોએ આંકલાવ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો છે. જેને પગલે પેટલાદ સી.પી.આઈ, બી.આર.ચૌહાણે આંકલાવ પોલીસ સાથે મળી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...