તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી બહિષ્કાર કરનારા ગ્રામજનો પર તલાટીનું દબાણ થતા પોલીસ ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોડેલી તાલુકાનાં ચાપરગોટા ગામે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કરતા તલાટીએ તેઓને મતદાન કરવાનું કહીને ધમકી આપતા ગ્રામજનોએ આ અંગેની ફરિયાદ કરતા બોડેલી પોલીસે તપાસ હાથ ધરી છે.

ચાપરગોટા ગામમાં વિકાસ કાર્યોને લઈને થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું બેનર લગાવીને મતદાનથી વેગળા રહેવાનો નિર્ણય લીધો છે. ત્યારે અધિકારીઓ ગામમાં દોડતા થઈ ગયા હતાં. તલાટીએ ગ્રામજનોને બહિષ્કાર ન કરવાનું કહીને મતદાન કરવાનું જણાવીને ધમકી પણ આપતા છેવટે ગ્રામજનોએ બોડેલી પોલીસ મથકે જઈને આ અંગેની ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બોડેલીના મામલતદાર સહિત PSI પોલીસ કાફલા સાથે પહોંચ્યાં
ગામમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય અને ભાઈચારો જાળવવા ચર્ચા કરી
ભાસ્કર ન્યૂઝ | જબુગામ

બોડેલી તાલુકાના ચાપરગોટા ગામે એક જુથે વિકાસના કામો ન થતા ચૂંટણી બહીષ્કારના ગામમાં બેનરો લગાવી ચૂંટણીનો બહીષ્કાર કરવાનુ નક્કી કર્યું છે તેમજ કોઈપણ રાજકીય પક્ષે ગામમાં ચૂંટણી પ્રચાર અર્થે ગામમાં પ્રવેશ ન કરવાના બેનરો લગાવતા ગામમાં અજંપાની સ્થિતિ સર્જાતા બીજા જૂથે ચૂંટણીમાં મતદાન કરવાની તરફેણ કરતા બે જુથો વચ્ચે શાબ્દિક બોલાચાલી સાથે ઘર્ષણ સર્જાતા તંત્ર હરકતમાં આવ્યુ હતું. બોડેલીના મામલતદાર મયુરભાઈ પરમાર સહીતના અધિકારીઓ તેમજ બોડેલીના પીએસઆઈ સી.ડી.પટેલ સહીતના પોલીસ કાફલા સાથે ચાપરગોટા ગામે આવી પહોંચ્યા હતાં. મામલતદારે તાત્કાલીક ચાપરગોટા ગ્રામ પંચાયત ખાતે ગામના બંન્ને જુથ સહીત ગ્રામજનોને મતદાન જાગૃતિ સાથે મતદાન કરવુ એ તમારો મુળભુત હક છે ફરજ છે. ગામમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય અને ગામમાં ભાઈચારો જળવાય તે રીતે ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. જો કે ગ્રામજનોએ આવેલ અધિકારીને શાંતિપૂર્ણ રીતે સાંભળ્યા હતાં પરંતુ જેવા અધિકારી ગયા પછી ગામના બે જુથ વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા જ અજંપો સર્જાય તે પહેલા જ જબુગામ પોલીસ એક્શનમાં આવી હતી. પૂર્વ યોજનની સલામતીરૂપે બીએસએફના જવાનો સાથે ચાપરગોટા ગામમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...