તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉસરામાં પોલીસની ગાડીને બાઇકે ટક્કર મારતાં ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડા તાલુકાના ઉસરા ગામે હાઇવે ઉપર પોલીસ વિભાગની ગાડીને બાઇક ચાલકે ટક્કર મારી નુકસાન કરતાં થયું હતું તેમજ બાઇક ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ સંદર્ભે લીમખેડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

દાહોદ પોલીસ વિભાગના એમ.ટી. વિભાગમાં ફરજ બજાવતાં ભરતભાઇ કલાભાઇ ગતરોજ સરકારી ગાડી લઇ લીમખેડા તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન ઉસરા ગામે હાઇવે ઉપર પાછળથી આવતી જીજે-20-એડી-8799 નંબરની બાઇકના અજાણ્યા ચાલકે સરકારી વાહનને પાછળથી જોશભેર ટક્કર મારી હતી.

જેમાં સરકારી વાહનને નુસકાન થયું હતું તેમજ બાઇક ચાલક તેમજ પાછળ બેઠેલા વ્યક્તિને પણ ઇજાઓ થઇ હતી. સરકારી ગાડીને નુકસાન થતાં ભરતભાઇ કલાભાઇએ અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...