તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચમહાલમાં પોલીસે ચાઇનીઝ દોરીના 62 ફિરકા ઝડપી પાડ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉતરાયણપર્વને લઇને તંત્ર દ્વારા ચાલનીઝ દોરાથી પશુપક્ષી અને માનવી માટે નુકસાન કારણ હોવાથી તેના વેચાણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામુ઼ બહાર પાડયું હતું. તેમ છતાં આ પ્રતીબંધિત ચાઇનીજ દોરાનું બેફીકરાઇથી વેચાણ થતું હોય છે. પોલીસ દ્વારા સધન ચેકીંગ હાથ ધરીને પ્રતિબંધિત ચાઇનીઝ દોર અને ચાઇનીઝ ગુબ્બારાના જથ્થો કબજે કરે છે. પોલીસ દ્વારા ચેકીંગમાં પંચમહાલના મોરવા રેણા ગામે દુર્ગેશકુમાર પટેલ ખુલ્લામાં લારી પર 39 નંગ ચાઇનીજ દોરીની ફીરકીના જથ્થોને પકડયો હતો.કાલોલના વેજલપુરની દૈના બેંક પાસેના કોમ્પ્લેક્ષની દુકાનમાં દેવાંગ ઉર્ફે ચિરાગ ધનીદાસ ધામી પાસેથી ચાર નંગ ચાઇનીઝ ફીરકી , ગોધરા તાલુકાના કાંકણપુરના બજારમાં આવેલ દુકાનમાં યોગેશભાઇ દરજી પાસેથી ચાર નંગ ચાઇનીઝ ફીઁરકી તથા શહેરના બસ સ્ટેન્ડ પાસેની દુકાનમાં માળી જયરામ ત્રિલોકચંદ્ર પાસેથી ચાઇનીઝ 15 નંગ ફીરકીનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે તમામ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરીહતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો