તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજ પાલિકાના ખુલ્લા કમ્પાઉન્ડમાં જુગાર રમતાં 6 શખસને પોલીસે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કપડવંજ પાલિકાના ખુલ્લા કમ્પાઉન્ડમાં જુગાર રમતાં 6 શખસને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. જેમ ની પાસેથી પોલીસે રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ.25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સરકારી મિલકતના દુરૂપયોગના કારણે પાલિકાની પોલ ખુલી પડી ગઈ હતી .

કપડવંજ પોલીસના સબ ઇન્સ્પેક્ટર કે.એ. દરજી સહિતની ટીમ રવિવારના રોજ ફુટ પેટ્રોલીંગ પર હતી.તે દરમિયાન પાલિકાના કમ્પાઉન્ડમાં કેટલાક શખસો જાહેરમાં જુગાર રમતાં હોવાની બાતમી મળી હતી. આથી, પોલીસે પાલિકા કમ્પાઉન્ડમાં દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી 6 શખસ પત્તાપાનાનો જુગાર રમતાં રંગેહાથ પકડાઇ ગયાં હતાં. આ તમામની પૂછપરછ કરતાં તે નિપુલ જયંતિ રાણા, વિજય કાંતિલાલ સોલંકી, કાંતિ છગન રાણા, ભાવેશ અશોક રાણા, ભરત રમેશ રાણા અને મેહુલ અશોક રાણા (તમામ રહે. ગોલવાડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રોકડા અને મોબાઇલ મળી કુલ 25,410નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ પર અટકાયત કરી હતી. આ તમામ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો