જીવનપુરા ગામે ત્રિગુરૂમૂર્તિની રથયાત્રાનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જબુગામ|બોડેલી તાલુકાના જીવનપુરા ગામે જૈન ધર્મ સંપ્રદાયના ગચ્છાધિપતિ શ્ચુતભાસ્કર આચાર્ય ભગવંત શ્રીમદ સુરીશ્વર મહારાજની નિશ્રામાં ત્રિગુરૂમૂર્તિની રથયાત્રાનું આગમન થયું હતું. આ રથયાત્રામાં જીવનની સાચી દિશા બતાવનારા સમાજ સુધારક પુજ્ય આચાર્ય ઈન્દ્રદિન સુરીશ્વરજી મહારાજ, પટધર પ.પૂ. વિજય રત્ન સુરીશ્વરજી મહારાજ, આચાર્ય ભગવંતશ્રીપદ વિજયજગતચંદ્ર સુરીશ્વરજી મહારજ ત્રિગુરુમૂર્તિ રથયાત્રા જીવનપુરાના રાજમાર્ગો પર વાજતે ગાજતે નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સંપ્રદાયના ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

વઘાચની શ્રીમતી એમ આર રાઉલજી વિદ્યાલયમાં વિદાય સમારંભ યોજાયો
નસવાડી|નસવાડી તાલુકાના ગામડાના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આશીર્વાદ સમાન વઘાચ ગામે આવેલ શ્રીમતી એમઆર સાર્વજનિક વિદ્યાલયમાં અભ્યાસ કરાવતા એમડી બારીયાની વય નિવૃત્તિને લઈ નિવૃત્ત થયા. જેને લઈ કેળવળી મંડળના સભ્યો અને શાળા તરફથી સન્માન સાથે વિદાય સમારંભ યોજાયો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ડેસર-સાવલી તા.ના પ્રાથમિક શિક્ષકોની કો.ઓ.ક્રેડિટ સોસાયટીના નવીન કારોબારી સભ્યોનો સન્માન સમારંભ
સાવલી|સાવલીના અલીન્દ્રા પ્રાથમિક શાળા ખાતે ડેસર સાવલી તાલુકાની પ્રાથમિક શિક્ષક કો.ઓ.ક્રેડીટ સોસાયટીના નવીન હોદ્દેદારો તેમજ ટુંડાવ પ્રાથમિક ગ્રુપ શાળા પરિવારના શિક્ષકોનો સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆતથી શાળાની બાળાઓએ પ્રાર્થના સ્વાગત ગીતથી શરૂઆત થઇ હતી. ત્યારબાદ પાલડી પ્રાથમિક શાળાના નિવૃત થતા શિક્ષિકા રેવાબેન અમીનનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમાર દ્વારા તાલુકાની લાખાપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રદર્શન રાજ્યકક્ષા સુધી પહોંચતા શાળાના આચાર્ય સુનીલભાઇ મેકવાનનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

નવાફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં કપડાનુ દાન આપવામાં આવ્યું
ડભોઇ નગર અને તાલુકામાં ચૈત્રી નવરાત્રીની માઇ ભક્તો દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ
ડભોઇ|આવતીકાલથી શરૂ થતાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે નવરાત્રીને લઇને ડભોઇ નગર તથા તાલુકામાં માઇ મંદિરો, માઇ ભક્તો દ્વારા ઠેરઠેર નવરાત્રીની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

શક્તિની ભક્તિ, આરાધનાં, તપસ્યાનું પર્વ એટલે ચૈત્ર માસની નવરાત્રીની આવતી કાલથી શુભ શરૂઆત થનાર છે. ત્યારે સમગ્ર પંથક હાલ તો જગત જનની જગદંબાની આરાધનાં કરવામાં લાગી જનાર છે. ત્યારે નગર અને તાલુકામાં આવેલાં પ્રત્યેક માઇ મંદિરોને તો ચૈત્રી નવરાત્રી નિમિત્તે ધજા પતાકાં લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા છે. તો વળી ક્યાંક માનો ગરબો તો ક્યાંકમાના જવારાનું સ્થાપન પણ કરવામાં આવશે.

કેટલાંક માઇ ભક્તે નકોડા તો કોઇએ એક ટાઇમ અપવાસ કરી માની આરાધના કરવામાં લાગી ગયાં છે. કોઇ માના અનુષ્ઠાન તો કોઇ માની માંડવળી સ્થાપિત કરી આરાધનાં કરશે. આમ માની આરાધનાના આ પર્વમાં રોજ સવાર સાંજ માઇ મંદિરોમાં ભક્તો દર્શન અર્થે ઉમટી પડશે. માનો અનેરો મહીમા પણ જોવા મળશે. એટલુ જ નહીં આમ તો આઠમના દિવસે જ મોટાભાગે માતાજીની નવચંડી માઇ ભક્તો દ્વારા કરવામાં આવશે. સાથો સાથ નવરાત્રી દરમિયાન આવનારા રવિવારના રોજ સમગ્ર તાલુકામાં નવચંડી યજ્ઞો જોવા મળશે. આમઆવતી કાલથી સમગ્ર પંથક ચૈત્રી નવરાત્રીને લઇને માઇ મય બની ગયેલું જોવા મળશે.

ગરબાડા તાલુકાના નવાફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં 1 થી 8 ભણતી વિદ્યાર્થિનીઓને અમદાવાદના ઉદ્યોગપતિ સવજીભાઇ અને હિરાભાઇ તરફથી કપડાનુ દાન આપવામાં આવ્યું હતું. તેઓ પોતે હાજર રહી શક્યા નહિ પરંતુ નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના આચાર્ય સિદ્દિકભાઇ શેખે કપડાનું વિતરણ કર્યુ હતું. આ બદલ નવાફળિયા પ્રાથમિક શાળાનો પુરો સ્ટાફ તેમનું ખુબ ખુબ આભાર માને છે.

વડોદરા શનિવાર, 06 એપ્રિલ, 2019
નસવાડી કુમાર શાળાના ધોરણ 8ના 93 વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
નસવાડી|નસવાડી તાલુકાની કુમાર શાળામાં ધોરણ 1 થી 8 આવેલા છે. કુમાર શાળામાં ભણતા બાળકો ધોરણ 8 પાસ કરીને અન્ય શાળામાં જવાના હોય તે માટે તે વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ શિક્ષકો દ્વારા યોજાયો હતો. જ્યારે ધોરણ 8માં અભ્યાસ કરતા 93 જેટલા બાળકોએ શાળામાંથી જતાં તેવો પોતાની શાળાને આવનાર પાછળના વર્ગના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનો અભ્યાસ શીખવા માટે કોમ્પ્યુટરનું સીપીયુ લાવ્યા અને કુમાર શાળાનાને ભેટ કરી. જ્યારે આ કાર્યને શિક્ષકોએ વધાવી લીધું. આમ શિષ્યોએ શાળાને ભેટ આપી હતી. છાત્રોના વિદાયને લઈ શિક્ષકો છાત્રો ભાવુક થયા હતા.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

barodaregional123@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપોે | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
| 2
અન્ય સમાચારો પણ છે...