તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા શહેરમાં ઘુંટણ અને થાપાના રોગોનો ફ્રિ નિદાન કેમ્પનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદના સ્પેશીયાલીસ્ટ ડો. જેનીલ પટેલ (જોઇન્ટ રીપ્લેશમેન્ટ સર્જન) તેમની સેવાઓ આપી હતી. આ કેમ્પમાં 40 જેટલા દર્દીઓએ લાભ લીઘો હતો. કેમ્પ ને ખલીલ શેખ, હેમત કુમારે તથા તેમની ટીમની જહેમત ઉઠાવીને સફળ બનાવવો હતો.

સ્વમીનારાયણ સપ્રદાય દ્વારા ગોધરામાં છઠ્ઠો રત્નાકર સન્માન સમારોહ યોજાયો
શ્રી સ્વામીનારાય મહોત્સવ અંતર્ગત શ્રીમદ સંત્સગિજીવન કથા ગોધરાના જાફરાબાદ ખાતે ચાલી રહી છે. વક્તા સ્વામી નિત્યસ્વરૂપદાસજીના કંઠે કથા વચન સાંભળીને ગોધરા સહિત જિલ્લાના હરીભક્તોએ ધન્યતા અનુભવી હતી. શનિવારે ગુજરાતના રતનાકારોનું સન્માન સમારોહ યોજયો હતો. જેમાં લાલજી મહારાજ તથા સંત મહંતોની હાજરીમાં હરીભક્તોની હાજરીમાં યોજાયો હતો.સમારોહમાં ખીમજી ભરવાડ, દેવરાજ ગઢવી, હેમંત ચૌહાણ, જીગ્નેશ કવિરાજ, નરેશ કનોડીયા, મનસુખભાઇ વસોયા, કૌશિક મહેતા, હર્ક્ષ બ્રહ્મભટ્ટ વિગેરે પ્રતિભાવોને સમ્માનીત કરવામાં આવ્યા હતા.

ઝાલોદમાં જૈન દેરાસરમાં ભગવવાની પ્રતિષ્ઠા કરાઇ
ઝાલોદ નગરમાં જૈન દેરાસર ખાતે પ્રતિષ્ઠા મહોત્સવની પાંચ દિવસ ઉજવણી ચાલી હતી. ત્યારે જૈન ધર્મગુરુઓના સાનિધ્યમાં દેરાસરમાં પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધામધૂમથી ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

ફતેપુરાના જૈન મંદિરમાં જીરાવાલા પાશ્વનાથ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા યોજાઇ
ફતેપુરામાં જૈન મંદિરના નિર્માણને લઇને ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. રવિવારે વહેલી સવારથી બપોરના બાર વાગ્યના સમય ગાળામા શાસ્ત્રોકત વિધી અનુસાર ભગવાન જીરાવાલા પાશ્વનાથ,ભૈરવ નાથ, મુળનાયક, પદમાવતી માતા, મગલમૂતિ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાથે કળશ સ્થાપન, ધ્વજા પણ ફરકાવવામાં આવી હતી મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

હાલોલમાં રોશનશાહ બાવાના ઉર્ષની દબદબાભેર ઉજવણી કરાઈ
હાલોલમાં નગરમાં અરાદ રોડ ખાતે આવેલા હઝરત રોશનશાહ બાવાના ઉર્ષની ઉજવણી સતત બે દિવસય પરંપરાગત રીતે આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી. બે દિવસીય ઉજવણીમાં હાલોલ,કાલોલ, ઘોઘંબા, વડોદરા,સાવલી, છોટાઉદેપુર,નસવાડી, ડભોઈ, મુંબઇ,વગેરે સ્થળોએ થી શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ઉજવણીના પ્રથમ દિવસ તા.૨૨ ફેબ્રુઆરીના રોજ બાદશાહ બાવાની દરગાહ ખાતેથી સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું જે શહેરના મુખ્યમાર્ગો પર થઈ દરગાહ ખાતે પહોંચ્યું હતું.ત્યારબાદ દરગાહ ખાતે પહોંચી સંદલ શરીફ ચઢવાયું હતું અને ત્યારબાદ સલાતો સલામ અને દુવા કરવામાં આવી હતી.જ્યારે ઉર્ષના બીજા દિવસે દરગાહ ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મહેફીલે શમાંનો કાર્યક્રમ યોજાયો હતો.

લુણાવાડાની આદર્શ એજયુકેશન કેમ્પસમાં શુભેચ્છા સમારંભ યોજાયો
આદર્શ વિદ્યાલય લુણાવાડા ખાતે શૈક્ષણિક સત્ર 2018-2૦19 ધોરણ-10 અને 12- આર્ટસ-સાયન્સના વિધાર્થીઑની આગામી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી 24 ફેબ્રુઆરી 2019 રોજ શુભેચ્છા સમારંભ યોજાયો. સમારંભના અધ્યક્ષ તરીકે જયદીપસિંહ પુવાર પરામર્શક તેમજ અતિથિ વિશેષ તરીકે પ્રોફેસર સત્યમભાઈ જોશી, શિલાબેન નિનામા ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના અધ્યક્ષ જયદીપસિંહ એ બાળકોને પ્રેરણાત્મક પ્રવચન આપી જીવન વિકાસ માટેની મુખ્યહેતુ રૂપ માહિતી આપી. પ્રો. સત્યમભાઈ જોશીએ બાળકોને મનોવિજ્ઞાનિક ‘ટિપ્સ’ આપી હતી.

કાલોલ વેજલપુર ગ્રામપંચાયત ખાતે ચક્ષુ નિદાન કેમ્પનો 300 દર્દીઓએ લાભ લીધો
કાલોલ વેજલપુર ગ્રામપંચાયત ખાતે ચક્ષુ નિદાન કેમ્પમાં 300 લાભાર્થીએ લાભ લીધો તદુપરાંત જે લાભાર્થીને ચક્ષુ ચકાસણી કરી જે તે લાભાર્થીને આંખના નંબર હોય તે તમામને દસ દિવસમાં મફતમાં ચશ્મા વિતરણ કરવામાં આવશે સદર કેમ્પના દાન આપનાર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવતી બે કંપની સી.એટ તેમજ રિયાહેમના સંયુક્તયુક્ત ઉપક્રમે સદર આંખ નિદાન કેમ્પ સહરપ એજન્સીઓના સહયોગથી સદર કેમ્પનું આયોજન સુરેલી ગામ પંચાયતના સરપંચ ચેતનાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન અને કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કલા શિબિર યોજાઈ
વડોદરા ઃ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ નિમિતે સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન અને કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે 13મી રાષ્ટ્રીય કલા શિબિર 2019નું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયથી ચિત્રકલામાં સંપ્રદાય સક્રિય રહ્યો છે. સદગુર આધારાનંદ સ્વામી એવમ્ પ.ભ. શ્રી નારાયણજી સુથાર જેવા ચિત્રકારોએ નોંધપાત્ર કાર્ય કર્યું છે. શ્રીરીહરિ દ્વારા પોષિત ચિત્રકલાનો વારસો નંદકાળ અને દાસકાળમાં સદૈવ અક્ષુણ રહ્યો છે જેનું આપણી સંસ્કૃતિમાં અનોખું મહત્વ રહ્યું છે. વડતાલધામમાં બિરાજતા ભગવાન લક્ષ્મીનારાયણદેવ તથા ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજની અસીમ કૃપાથી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા મુખ્યકોઠારી શાસ્ત્રીજી ઘનશ્યામપ્રકાશદાસજી ચેરમેન દેવપ્રકાશદાસજીના માર્ગદર્શનથી વડતાલની જે પવિત્ર ભૂમિમાં શ્રીજી મહારાજ રંગે રમ્યા એ રંગોમાં પીછી ઝબોળી કલા પ્રતિષ્ઠાનના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ અને પ્રસિદ્ધી પામેલા સમગ્ર રાષ્ટ્રના 70 કલા સાધકો દ્વારા મેઘધનુષ્યમાં આઠમો ભક્તિનો રંગ ઉમેરવાનો પ્રમાણિક પ્રયત્ન એટલે પીંછી વડે પરમેશ્વરને પામવાનો પ્રયત્ન 13મી રાષ્ટ્રીય કલા શિબિર 2019 તા. 21-02-19 ગુરૂવારથી તારીખ 24-02-19 રવિવાર સુધી ભગવાન સ્વામિનારાયણના પ્રસાદી સ્થાનકોનો કલાના સાધકો સર્જનહારે આપેલી શક્તિ દ્વારા સપ્તરંગી જીર્ણોદ્ધાર કરવાનો અને શ્રીહરિને રાજી કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરશે. ુજરાત કલાપ્રતિષ્ઠાન દ્વારા ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને અને એની સમૃદ્ધકળાના દસ્તાવેજી પુરાવા આવનારી પેઢીને વારસામાં આપી જવા આજ સુધીમાં 12 જેટલી રાષ્ટ્રીય કલા શિબીરો ગુજરાતના વિવિધ ભાગોમાં યોજવામાં આવી છે. ૧૨૨૬ જેટલા ચિત્રકારોના હસ્તે ૧૧૮૨૭ શ્રેષ્ઠ કલાસર્જન તૈયાર કરવામાં આવ્યા છે, જે સમગ્ર રાષ્ટ્રના કલાજગતમાં ઐતિહાસિક ઘટના બની છે. વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી સ્વામી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ પરમ ભક્ત શૈલેષભાઈ સાવલિયા, કલા પ્રતિષ્ઠાનના રમણીકભાઈ ઝાપડિયા, ચિત્રકાર અજીત ભંડેરી અને સીટી પ્રજાપતિ દ્વારા સમગ્ર રાષ્ટ્રીય કલાશિબિરનું સંકલન કરી રહ્યા છે. આજરોજ બિપિન પટેલની બુકનું આચાર્ય વડિલ સંતોના હસ્તે વિમોચન પણ કરાયું હતું. આ પ્રસંગે પૂ નૌતમ સ્વામીએ વિસ્તારથી વડતાલની ઐતિહાસિકતાનો ચિતાર આપ્યો હતો. અહીં ગોવિંદ સ્વામી મેતપુરવાળા, નૌતમ સ્વામી, વડતાલ, બ્રહ્મસ્વરૂપ સ્વામી, મુનિવલ્લભ સ્વામી વગેરે સંતો તથા શેઠ ઘનશ્યામભાઈ ખાંધલીવાળા, ચિમનભાઈ પટેલ વડતાલ અમેરિકા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

કડાણા તાલુકાની મુનપુર આર્ટ્સ કોલેજમાં નમો ઈ ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું
ડાણા તાલુકાની મુનપૂર આટૅસ કોલેજ ખાતે પ્રથમ વષૅમાં પ્રવેશ મેળનાર 313 વિદ્યાર્થીઓ ને સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોરના હસ્તે નમો.ઈ ટેબલેટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે ધારાસભ્ય એ વિદ્યાર્થીઓ ટેબલેટ નો શૈક્ષણિક કારકિર્દી બનાવવા મહત્તમ ઉપયોગ કરે તે બાબત પર ભાર મુકી સરકાર ની આ ટોકનદરે ટેબલેટ યોજનાની પ્રસંશા કરી હતી. કોલેજ ના આચાર્ય એ મહેમાનો નું સ્વાગત કરી ટેબલેટ ના ફાયદા જણાવ્યા હતા.સમગ્ર કાયૅક્રમ નું સંચાલન પ્રૉ.ઘનશ્યામભાઈ ભોજવિયા એ કયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો