ધોલેરાના અોતારિયામાં મંડપ બાંધતાં થાંભલો વીજતારને અડ્યો, 1નું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોલેરા તાલુકાના ઓતરીયા ગામે નવરાત્રિનો મંડપ બંધાઇ રહ્યો હતો તે દરમિયાન લાકડાનો થાંભલો ઉભો કરવા જતાં ઇલેક્ટ્રીક વાયરને અડકી જતાં શોર્ટ સર્કિટ થયું હતું. જેમાં 5 શખ્સોને કરંટ લાગ્યો હતો. જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.અન્ય 4 જણાંને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

પોલીસ સૂત્રોથી મળતી વિગતો અનુસાર ઓતરીયા ગામે મંડપ બાંધવા જતાં ગોવિંદભાઇ લાલજીભાઇ જાદવ (52)નું શોર્ટ સર્કિટના લીધે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અશોકભાઇ બચુભાઇ મેર, જેરામભાઇ બચુભાઇ મેર, જીકુભાઇ પથાભાઇ મેર અને મહેશભાઇ પરષોત્તમભાઇ મેરને સ્થાનીકો દ્વારા 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બાબતે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. નોંધનીય છેકે, પ્રથમ નવરાત્રિએ ગામમાં દુ:ખદ બનાવ બનતાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

નવરાત્રીની તૈયારીઓ થઇ રહી હતી ત્યારે અનાચક બનેલા બનાવથી નાનકડા ગામમાં દોડધામ મચી હતી. લોકોના ટોળા એકઠાં થયા હતા. લોકોએ તુરંત ચાલુ વીજવાયરો દૂર કર્યા હતા અને બાદ 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને તમામ ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એકના મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. તસવીર હર્ષદ દવે

અન્ય સમાચારો પણ છે...