તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસર ચોકડી પર પડેલા ખાડાથી લોકોને મુશ્કેલી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોડેલીની મોડાસર ચોકડી પર ટ્રાફિક ખૂબ વધ્યો છે. ત્યારે ત્યાંથી માકણી ગામ સુધીનો અત્યંત ખરાબ થયેલો રસ્તો વાહન ચલાવવા યોગ્ય ન હોય અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. અત્યારે મોટામોટા ખાડાઓથી વાહન ચાલકો અટવાઈ રહ્યાં છે.

મોડાસર ચોકડી પર રેતી ભરેલી ટ્રકો રાત દિવસ દોડી રહી છે ત્યારે આ તરફનાં માર્ગની હાલત ખરાબ થઈ ગઇ છે. ઉબડખાબડ માર્ગ હોવાને લીધે લોકો મુશ્કેલી ભોગવી રહ્યાં છે. આ માર્ગ અનેક વખત બન્યો છતા તુરંત ભંગાર થઈ જાય છે. જિલ્લા પંચાયતનાં માર્ગ મકાન વિભાગ હસ્તકનો માર્ગ વારંવાર તૂટી ગયો છતા અધિકારીઓ ઇજારદાર સામે કોઈ પગલાં ભરી શકતું નથી. જો કે બોડેલી તાલુકાનાં બાંગાપુરાનાં આગેવાનનું કહેવું છેકે આ માર્ગ આરસીસી બનાવાય તો લાંબો સમય ટકી શકે છે. પણ ડામર રોડ બનાવીને ગણતરીનાં મહિનામાં ખાડા પાડી દેવાય છે તો આ રોડ આરસીસી બનવવાની માંગ ઉઠી છે. ખાસ કરીને રેતીની લીઝો જે વિસ્તારમાં છે ત્યાં ડામરને બદલે આરસીસી બનાવાય તો રેતીની ટ્રકોને લીધે નુકશાન ઓછું થઈ શકે તેવી માંગ ઉઠી છે.

બોડેલીની મોડાસર ચોકડી પર ટ્રાફિક ખૂબ વધ્યો છે. ત્યારે ત્યાંથી માકણી ગામ સુધીનો અત્યંત ખરાબ થયેલો રસ્તો વાહન ચલાવવા યોગ્ય ન હોય અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. તસવીર વલ્લભ શાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો