GSFCનાં ગોડાઉન પર જનતા રેડ પણ વજન બરાબર નીકળ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ તાલુકા કોંગ્રેસ દ્વારા આજરોજ જીએસએફસી નાં ગોડાઉન પર જનતારેડ પાડી ખાતર ની થેલીઓ માં એક થેલીએ 500 થી 700 ગ્રામ ખાતર ઓછું આવતું હોવાનો પર્દાફાશ કરવા જનતા રેડ તો પાડવામાં આવી પરંતું થેલીઓનું વજન કરતાં બરોબર નિકળતાં રેડનો રકાસ થઇ ગયો હતો. આ તબક્કે પોલીસ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

કોંગ્રેસનાં એક મોભીએ જીએસએફસી માંથી આવતી ખાતરની થેલીઓ માં નિયત કરેલ વજન કરતાં 500 થી 700 ગ્રામ ખાતર ઓછુ આવતું હોવાનાં આક્ષેપો કરવામાં આવ્યા હતાં તેને લઇને સમગ્ર ગુજરાત માં જીએસએફસીની આ મનસા સામે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા જીલ્લા મથકો પર આવેલાં જીએસએફસીનાં ગોડાઉનો પર ખેડુતોને સાથે રાખી જનતા રેડ પાડવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતાં ની સાથે જ ડભોઇ તાલુકા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલ ની આગેવાની હેઠળ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...