સાણંદ મહેસુલ ભવનમાં ભ્રષ્ટાચારથી લોકો ત્રાહિમામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદમાં આવેલ મહેસુલ વિભાગમાં સાણંદમાં રહેતા એક વ્યક્તિએ પોતાના પિતાની જમીનમાં રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા બાબતે 2016 થી અનેક વાર રજુઆત કરી અને આ અંગે સુધારા હુકમ પણ કરવામાં આવેલ પરંતુ ભ્રષ્ટ અધિકારીઓએ હુકમની એસી તેસી કરીને પોતાની મનમાની ચલાવી રહ્યા છે. તેમ આજ દિન સુધી અરજદારના પ્રશ્નનું નિરાકરણ નહી આવ્યું જેથી તંત્રના કામગીરી સામે પણ અંગે સવાલો ઉઠી રહ્યા છે.

સાણંદ મહેસુલ વિભાગમાં આવેલ રેવન્યુ રેકેર્ડમાં છોટાભાઈ કેશાભાઇ રહે.નીલમ સોસાયટી સાણંદ નાઓએ મોજે સાણંદ સર્વે નં.14/1/1+1/ ની જમીનમાં નામ દાખલ કરવા અંગે સાણંદ મામલતદાર અધિકારીને લેખિતમાં તા. ૩/2/2016ના રોજ અરજી કરી હતી. તલાટીએ ખરાઈ કરી છોટુભાઈએ જરૂરી પુરાવા આપ્યા હતા. આ અંગે સુધારા હુકમ નં.22/2016 થી કેસ ચાલે થયેલ.પરંતુ તે બાબતમાં અનેક વાર રજૂઆત કરવા છતાં ભષ્ટ અધિકારીઓએ આજ દિન સુધી આ અંગે છોટુભાઈને કોઈ પ્રકારનો જવાબ આપ્યો નથી. તેમજ અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆત કરતા તંત્ર દ્વારા છોટુભાઈને તેઓના કાગળ મળતા નથી અને ફરીથી બધા કાગળો આપવા જણાવેલ હતું. જેથી છોટુભાઈ તા.8/5/2019 ના રોજ ફરી થી જરૂરી પુરાવા સાથે રજૂઆત કરેલ તેમ છતાં આજ દિન

અનુસંધાન પાના નં 3 પર...

અન્ય સમાચારો પણ છે...