તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવી જેતપુર બેડા ફળિયામાં ખાડામાં પડી ગયેલી ગાયને મહામુસીબતે બહાર કઢાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાવીજેતપુર બેડા ફળિયામાં મસ્જિદ સામે મોબાઈલ નેટવર્ક કંપની દ્વારા ખોદવામાં આવેલા ખાડાની અંદર મોડી સાંજે ગાય પડી જતા હિન્દુ મુસ્લિમ દરેક એક થઈ મહામુસીબતે ગાયને ખાડામાંથી બહાર કાઢી બચાવવામાં આવી હતી.

તાજેતરમાં જ પાવીજેતપુરમાં મોબાઈલ કંપની દ્વારા કનેક્ટિવિટીનું આયોજન કરવામાં પંચાયત દ્વારા આવી રહ્યું છે. ત્યારે તીનબત્તીથી બેડા ફળિયા તરફ જતા મસ્જિદની સામે એક ખાડો મોબાઈલ કંપની દ્વારા ખોદવામાં આવ્યો હતો. જેમાં મોડી સાંજે એક ગાય પડતાં ગાય ખાડામાં ફસાઈ ગઈ હતી. તાત્કાલિક જેસીબી મંગાવી ખાડાને પહોળો કરી ખાડાની અંદર ઉતરી, હિંદુ મુસ્લિમ યુવાનો એક થઇ એકબીજાને સહકાર આપી મહામુસીબતે ગાયને ખાડામાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. આમ , પાવીજેતપુર નગરમાં બેડા ફળિયામાં મસ્જિદ સામે પડેલા ખાડામાં પડેલી ગાયને હિન્દુ મુસ્લિમ યુવકોએ એક સાથે મળી મહામુસીબતે ગાયને બચાવી એકતા નું દ્રષ્ટાંત પણ પૂરું પાડ્યું હતું.

પાવી જેતપુર બેડા ફળિયામાં ખાડામાંથી ગાયને બહાર કઢાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો