વિરમગામ રૂરલ પોલીસ દ્વારા વિદેશી દારૂ સાથે કાર ઝડપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીરમગામ રુરલ પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે સચાણાથી કલ્યાણપુરા તરફના રસ્તા પર વોચ ગોઠવી નાકાબંધી કરાવી મારૂતી સ્વિફ્ટ ડીઝાયર ગાડીમાં ગેરકાયદે પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 288 નંગ બોટલો કિંમત રૂ. 28,800 સહિત કુલ ₹. 3,28,800 ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક ને ઝડપી પાડયો હતો

પોલીસ અધિક્ષક આર.વી.અસારી તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રવિણકુમારના માર્ગદર્શન અનુસાર ડી.જી.પી. દ્વારા રાજ્યમાં પ્રોહીબીશન તથા જુગાર અંગે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જે અનુસાર વીરમગામ રુરલ પી.એસ.આઇ એચ.એમ.ઝાલા, સેકન્ડ પી.એસ.આઇ આર.એસ સેલાણા સહિત અ.હે.કો.જયદીપસિંહ રાજેન્દ્રસિંહ, અ.હે.કો.તેજદિપસિંહ વિરમદેવસિંહ,અ.પો.કો. રાજેશભાઈનાઓ ખાનગી વાહનમાં પ્રોહી વોચ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન જયદીપસિંહ રાજેન્દ્રસિંહને બાતમી મળેલ એક સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને નરેશ ઉર્ફે લાલો સવજીભાઈ ઠાકોર રહેવાસી ભુજીયા પુરા તાલુકો વિરમગામ વાળો સચાણા તરફથી વૃદ્ધાશ્રમ તરફ આવી રહેલ છે જે બાબતે નાકાબંધી કરતા બાતમી વાળી ગાડી આવતા તો થોભાવી તપાસ કરતા ક્રેજી રોમિયો વિસ્કી 180 મી.લી. ની 288 નંગ કિંમત ₹. 28,800 તથા ગાડી રૂ. 3,00,000 મળી કુલ ₹રૂ.3,28,800નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરકાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કુલ રૂ. 3,28,800 ના મુદ્દામાલ સાથે કારચાલકને ઝડપ્યો

અન્ય સમાચારો પણ છે...