તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિનોર તાલુકામાં આરોગ્ય કર્મીઓની હડતાળથી દર્દીઓને પડતી મુશ્કેલી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તેમની માંગણી ન સંતોષાતા શિનોર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. હાલમાં રોગચાળાનો વાવર છે. વાયરલ ઈન્ફેક્શન, સ્વાઈન ફ્લૂના કેસ પણ નોંધાયા છે. ત્યારે તાલુકાના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે સાધલી પીએચસીમાં મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે.

શિનોર તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાના સમયગાળાથી આરોગ્ય કર્મચારીઓ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનીશીયન, મલ્ટીયન હેલ્થ વર્કર જેવા જિલ્લા પીએચસીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના હડતાળના પગલે તાલુકાના દર્દીઓની આરોગ્ય વિષયક સેવાઓ હવે કથળી ગઈ છે.હાલમાં સ્વાઈનફ્લૂ તથા વાઈરલઈન્ફેક્શનનો વાવર છે. છે. તાલુકામાં 3 પીએચસી શિનોર, સાધલી, સીમળી. જેમાં સાધલી પીએચસીમાં મેડિકલ અોફિસરની જગ્યા ખાલી છે. જ્યારે લેબ ટેકનીશીયન અને ફાર્માસીસ્ટના અભાવે વૈકલ્પીક સારવરા દવા ફાર્માસીસ્ટના બદલે નર્સ આપે છે. સરકાર અને કર્મચારીઓની લડાઈમાં તાલુકાની પ્રજા પિસાતી હોય કોઈ નેતા આગળ આવશે ખરા ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો