Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહીસાગર નદીની પરિક્રમા કરતા યાત્રીઓ જાસપુર ગામે પહોંચ્યા
શુદ્ધ મહીસાગર માતાજીની 9મી નવ દીવસીય પરિક્રમાના પદયાત્રીઓ પરિક્રમા કરતા..કરતા.. પાદરાના જાસપુરના હરમોતિય મંદિર ખાતે આવી પહોંચ્યા હતા.
વાસદ પાસે આવેલ વેરાખાડીના હનુમંત કુંજ પરમાર્થ આશ્રમના સ્વામી 1008 મહામંડલેશ્વર ગગેશ્વરનંદજી મહારાજની પ્રેરણાથી સતત 9માં વર્ષે શુદ્ધ મહીસાગર માતાજીની 9મી અને નવદિવસીય પદયાત્રા તા. 11મી માર્ચથી યાત્રાનો પ્રારંભ વેરાખાડીથી થયો હતો. યાત્રામાં મહિસાગર માતાજીનું મહત્વ વધે સાથે વિશ્વનું કલ્યાણ થાય તે અર્થે નીકળેલ યાત્રા વિવિધ સ્થળોએ મુકામ કરીને કાવિના સ્થભેશ્વર તીર્થ પહોંચીને સામે કિનારે નૌકા વિહાર કરીને મહીસાગર નદી કિનારે પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી પરત 9માં દિવસે વેરાખાડી પરત હનુમતકુંજ આશ્રમ ખાતે નવ દિવસીય પરિક્રમા કરી યાત્રાનું સંપન્ન થશે. યાત્રામાં 100 ઉપરાંત પદયાત્રીઓ જોડ્યા હતા.
મહીસાગર સંગમ તીર્થ થી વેરાખાડીથી નીકળેલ મહીસાગર માતાજીની નવ દીવસીય પદયાત્રા મહીસાગર નદીના બન્ને કિનારામાં આવતા 42 ગામો ધૂન કરતા કરતા પદયાત્રામા નીકળેલા યાત્રિકો બીજા દિવસે મહીસાગર કિનારે આવેલા જાસપુરના હરમોતિયા મંદિર આવી પહોચ્યા હતા. જ્યાં મંદિરના મહંત અને ભક્તો દ્વારા પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પદયાત્રીઓ બપોરનો વિસામો અને રાત્રી રોકાણ કરતા કરતા 9માં દિવસે વેરાખાડી પદયાત્રીઓ પહોંચશે અને પરિક્રમા સંપન્ન થશે. મધ્યપ્રદેશના ધાર તાલુકાના મિડા ગામના 50 જેટલા યાત્રિકો પણ પરિક્રમા આવ્યા હતા. જ્યાં વિસમાં અને રાત્રી રોકાણ ના સ્થળોએ યાત્રિકો ભજન કીર્તન કરીને ભક્તિમાં લિન બનતા હોય છે.
_photocaption_વેરાખાડીથી શરૂ થયેલી શુદ્ધ મહીસાગર માતાજીની 9મા પરિક્રમાનાં પદયાત્રીઓ જાસપુર ગામમાં પહોંચ્યા હતાં. અ યાત્રામાં 100 ઉપરાંત પદયાત્રીઓ જોડાયા હતા. }ગોપાલ ચાવડા*photocaption*