તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતરાવાળા બસ સ્ટેન્ડમાં પંખા ચાલુ ન થતા મુસાફરો ત્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા ખાતે બસ સ્ટેન્ડ પરીસરમાં બનાવાયેલા કામચલાઉ પતરાના શેડના સ્ટેન્ડમાં પંખા ચાલુ નહીં કરાતા ઉભેલા મુસાફરો પરેશાન બની રહ્યા છે. હાલમાં કાળઝાળ ગરમીમાં રોજ સરેરાશ 41થી 42 ડીગ્રી જેટલું ઉંચુ તાપમાન રહે છે.

સંખેડા ખાતે નવીન બસ સ્ટેન્ડ બનાવવા માટેની કામગીરી હાલમાં કાર્યરત છે. આ કામગીરીના ભાગરૂપે હયાત બસ સ્ટેન્ડને તોડી પડાયું છે. અને કામચલાઉ બસ સ્ટેન્ડ ઉભું કરાયું છે. આ કામચલાઉ બસ સ્ટેન્ડ પતરાના શેડવાળું બનેલું છે. જૂનું બસ સ્ટેન્ડ તૂટેલું હોઇ ત્યાં ઉભા રહેવા જગ્યા નથી. જેથી બસની રાહ જોતા તમામ મુસાફરોને ફરજીયાત જ નવા બનેલા પતરાના શેડની નીચે ઉભા રહે છે. મુસાફરોની સવલત માટે અત્રેના શેડમાં પંખા પણ લગાડાયા છે. પણ આ એકેય પંખા ચાલુ હાલતમાં નથી. જેથી કાળઝાળ ગરમીમાં મુસાફરો પરેશાન થઇ રહ્યા છે. હાલમાં ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં 41થી 42 ડીગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન રહે છે. પણ મુસાફરો માટે પંખા ચાલુ નહીં કરાતા મુસાફરોમાં રોષની લાગણી ફેલાઇ છે.

સંખેડામાં નવીન બસ સ્ટેન્ડ બનાવાની કામગીરી કાર્યરત હોવાથી કામચલાઉ માટે પતરાના શેડમાં ઉભુ કરાયેલા બસ સ્ટેન્ડમાં પંખા ચાલુ કરાતા નથી.તસવીર સંજય ભાટિયા

પીવાના પાણીની સુવિધાનો પણ અભાવ
સંખેડા ખાતે નવીન બસ સ્ટેન્ડ બનાવવા માટે જૂનું બસ સ્ટેન્ડ તોડવામાં આવ્યું છે. જૂના બસ સ્ટેન્ડમાં પાણીની પરબ હતી. પણ આ પરબ તોડી પડાયા બાદ મુસાફરો માટે અત્રે પીવા માટેના પાણીની પણ કોઇ જ સુવિધા નથી. પીવાના પાણીની સુવિધાનો અભાવ જોવા મળે છે.

ઉડતી ધૂળથી પરેશાની
સંખેડા ખાતે બસ સ્ટેન્ડના ગત માસે ખાત મુહૂર્ત ટાણે આખાય ગ્રાઉન્ડમાં માટી પાથરવામાં આવી હતી. આ માટી હાલમાં બસ સ્ટેન્ડમાં કોઇ પણ વાહન આવે કે પવન ફૂંકાય એટલે ઉડવા માંડે છે. જેનાથી મુસાફરોને પરેશાની ભોગવવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...