ધોળકા પંથકમાં બેવડી ઋતુના અનુભવથી રોગચાળાનો કહેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફેબ્રુઆરી મહીનો હજુ અડધો માંડ વીત્યો છs, ત્યાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. જાન્યુઆરીમાં ખાસ કરીને ઉત્તર ભારત ભયંકર ઠંડીથી ઠુંઠવાઈ રહ્યું હતું. હવે ગરમીના કહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લાં બે દિવસમાં તાપમાન અન્ય દિવસોની સરખામણીએ થોડું વધુ મહેસુસ થયું હતું. આ જોતાં એવી શકયતા છે કે આ વર્ષે ગરમી જૂના રેકોર્ડ તોડશે. રેકોર્ડ તૂટે તો પણ નવાઈ ન લાગવી જોઈએ. કેમકે અગાઉ વિજ્ઞાનીઓ કેટલાક વર્ષોથી જલવાયુ પરિવર્તનની ગંભીર અસરોની વિશ્વને ચેતવી રહ્યા છે. ચાલુ સદીના બીજા દસકામાં વિશ્વભરમાં ગરમી વર્ષ પ્રતિવર્ષ નવા રેકોર્ડ બનાવી રહી છે.

ધોળકાના મોટા ભાગના દવાખાનાઓમાં છેલ્લા 10 દિવસમાં ઝાડા-ઊલટીના અંદાજિત 473 કેસો, કમળાના 174 કેસો, ટાઇફોઈડના 143 કેસો, સાદા મેલેરિયાના 80 કેસો, ઝેરી 174 મેલેરિયાના 39 અને ડેન્ગ્યુના 37 તથા ચિકન ગુનિયાના ત્રણ કેસો નોંધાયા હતા. ધોળકામાં આવેલા માહિર હોસ્પિટલના ર્ડા મુસ્તાકભાઈ મોમીનના જણાવ્યા મુજબ શહેરમાં સવારમાં ગરમી અને સાંજ પડતાં શીતલહેર જોવા મળી રહી છે. સામાન્ય સંજોગોમાં ઠંડી વધે તેવા સંજોગોમાં પાણીજન્ય રોગચાળો કાબૂમાં આવી જતો હોય છે. મ્યુનિ.ના હેલ્થ ખાતાની બેદરકારીને લીધે શહેરમાં અમુક જગ્યાએ દૂષિત પાણી આવવાથી પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. હાલ મારી હોસ્પિટલમાં દરરોજ 150થી 200 કેસ વાયરલ તેમજ ટાઇફોડ અને ઝાડા ઉલટીના કેસો આવી રહ્યાં છે આ પ્રકારના કેસો વધી રહ્યા છે. વધતાં રોગચાળાથી હાલમાં સરકારી સહિતના દવાખાના ઉભરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...