તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલ લોકસભા ભાજપના ઉમેદવારના પીએનો ઓડિયો ક્લિપ વાયરલ થતા સનસનાટી મચી ગઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાના ધારાસભ્ય અને હાલના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ ના પીએ અજય દરજી અને ઠાકોર સેનાના ખાનપુર તાલુકાના કાર્યકર કિરણ બારીયા વચ્ચે થયેલ ઓડિયો ક્લિપ નો વાર્તાલાપ વાયરલ થતા સમગ્ર લોકસભાસીટ માં સનસનાટી મચી જવા પામી છે. કિરણ બારીયા દ્વારા ફેસબુક ઉપર લુણાવાડાના ધારાસભ્ય અને તેમના પીએ વિશે પોસ્ટ મુકવામાં અાવતા ચૂંટણીના સમયમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

કિરણ બારીયા દ્વારા ભાજપનો ઉમેદવાર રતનસિંહ રાઠોડ અને અજય દરજી ની પોસ્ટ મુકાતા અજય દરજી એ વ્યક્તિગત આક્ષેપો માટે સાયબર ક્રાઈમમાં અને એલસીબીમાં ફરિયાદ આપવાની ધમકી ઉચ્ચારી હતી. અેટલુ જ નહીં વાતચીતમાં રતનસિંહ રાઠોડની ગ્રાન્ટ ફાળવણીનો મામલો અને સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ તેમજ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર વી.કેખાંટ વિશે ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરાતા ચર્ચાસ્પદ બની છે. ખરેખર આ જંગ લોકસભા ઉમેદવારીનું નહીં પરંતુ આગામી દિવસોમાં ભાજપમાંથી રતનસિંહ રાઠોડ લોકસભા જીતી જાય તો લુણાવાડા ની બેઠક ખાલી પડે તેના પર તમામનો છે.

છાશ છાગોળે ને ભેસ ભાગોળે જેવી વાત રાજનૈતિક રાજકારણમાં પંચમહાલ લોકસભામાં તરખાટ મચાવી રહી છે. વાયરલ ઓડિયો ક્લિપમાં રતનસિંહ રાઠોડ ની ગ્રાન્ટ વિશે વાત કરતા અજય દરજી એ કિરણ બારીયા ને જણાવેલ કે લુણાવાડા ખાનપુર તાલુકામાં દોઢ કરોડની ગ્રાન્ટમાંથી માત્ર 13 લાખ રૂપિયા જ પાટીદાર, બ્રાહ્મણ સમાજ અને અન્ય સમાજને ગ્રાન્ટ પેટે આપ્યા છે. બાકીના 1.37 કરોડ રૂપિયા બારીયા, પગી, ડામોર સમાજના સરપંચો વિગેરે ને આપ્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.

પટેલોને જ ગ્રાન્ટ આપે છે આપણને નથી આપતા
અજય દરજી : કિરણ બારીયા અજય દરજી બોલું છું કિરણ બારીયા : બોલો સાહેબ

અજય :ચૂંટણી લોકસભાની અજય દરજી નથી લડતો કિરણ : તો મેં કઈ કીધું છે કે અજય દરજી લડે છે

અજય :અજય દરજી માટે સ્પેશ્યલ પોસ્ટ કરવી સાયબર કાફે નો ગુનો બને છે .સાંભળ તારી તાકાત હોય તો મીડિયામાં મુકાઈ દે મીડિયામાં સમાચાર આવશે તો હું નહિ બોલું પણ વ્યક્તિગત મારા પર આક્ષેપો કરીશ તો તને મારો પાવર શું છે તે ખબર નથી. મારે તારી જોડે કોઇ જાતિય દુશ્મની નથી કિરણ :તમારું નામ લખેલું છે ક્યાંય ?

અજય : એમ.એલ.એ નો પી.એ .કાયદેસર ગુજરાત વિધાનસભા નો હું છું કિરણ: એટલે તમારી જોડે મેન્ડેટ છે

અજય : હા, છે, કાયદેસર હું છું પહેલી ભૂલ તારી માફ કરું છું. હું એલસીબીમાં સાયબરના ગુનામાં પકડાવી દઈશ. લોકસભાના ઉમેદવાર વિશે અને તારે ભાજપ વિશે જે બોલવું હોય તે બોલ જે. તું બોલું છું મેં તને કશું કહ્યું નથી. રતનસિંહ વિશે લખું છું તો પણ મેં તને કંઈ કીધું નથી. કિરણ : અજય દરજીનું કઈ જગ્યાએ નામ લખેલું છે

અજય : પીએ એટલે કાયદેસરનો વિધાનસભાનો આઇડેન્ટિફિકેશન વાળો હું છું .તને ગુજરાતી ભાષામાં કહ્યું અને તારે બધાની વાદે લાગવું હોય તો લાગજે કિરણ: હુ઼ કોની વાદે ચડયો?

અજય : તારે લખવું હોય તે લખજે જે દિવસે ડંડો ભરાશે તે દિવસે કોઈ કાઢવાનું નથી આવતું. તને કહી દઉ છું કીરણ :તમે ધાલવાના છો?

અજય : હા, હા, જો કિરણ હું જેટલો સારો છું એટલે(બીપ) છું તને ખબર નથી હજુ , મારે તારા વીરુદ્ધ કશુ઼ છે નહિ કીરણ : તમે કોને કોને જીવવવા નથી દીધા તે કહ્યો?

અજય : હું તને આજે કોઇ પણ હિસાબે મળવાનો છું, આરીતે પોસ્ટ કરીને રતનસિહની વીરુદ્ધમાં જઇને ફાયદો પણ શું છે. ડેરી છુંટી પાડવી કે ના પાડવી એ રતનસિંહનો વિષય છે? કીરણ : કોણે કીધું?

અજય : તારી કાલની પોસ્ટે એવી હતી,ડેરી છુટી ના પાડવા માટે જે.પી.એ રતનસિહને ટીકીટ અપાવી, કિરણ : પ્રભાતસિંહ નથી બોલ્યા

અજય : પ્રભાતસિંહને પાંચ બૈરી છે. તારે પાંચ બૈરી છે? કીરણ : મારે એક બૈરી છે કશું વાંધો નહિ, એટલે પ્રભાતસિંહ જોડે પાવર છે. એટલે કોઇ કશુ઼ બગાડી ના શકે, મારી જોડે કશું નથી એટલે ગમે તે કરી શકો ?

અજય : પ્રભાતસિંહ આજે મુખ્યમંત્રી જોડે બેસવાનો છે. તું મુખ્યમંત્રી જોડે બેસવાનો છું ? બીલાડીનું બચ્ચું એ બિલાડીનું બચ્ચું, સિંહનું બચ્ચુ એ સિંહનુ઼ બચ્ચું કહેવાય કિરણ : એટલે અમે બિલાડીના બચ્ચાં?

અજય : તારે સમજવાનું હું કહું છુ મારી ધોર ભાષામાં સમજણ આપું છું. કાળું ભાઇ અને રતનસિંહ તથા હું ત્રણ જણા બેઠા હતા. કાળુભાઇને મન દુખ નથી, ત્રણ જિલ્લાના ઓબીસી સમાજના માણસોના તો કોલર ટાઇટ કરવો પડશે, આપની વચ્ચે નો માણસ ઉપર જવાનો છે. કાળુભાઇને ગત વીધાનસભામાં ટીકીટ આપી ના હતી. બે વખત ચુંટણી હાર્યા હોય તેમને પાર્ટી ટીકીટ આપતા નથી. રાજેન્દ્ર પટેલ જેવો રાજેન્દ્ર પટેલ કોમ વિશે ભડકાઉ ભાષણો કરે છે તે છતાં હારી જવુ઼ પડયું હતુ઼ કિરણ : કાળૂભાઇને દસ વર્ષથી ઓળખું છું , મને છોકરા જેવો રાખે છે.

અજય : કાળુભાઇ જે દિવસે એમ કહે રતનસિંહે મારી ટીકીટ કાપી એ દિવસે હું તમારી લાઇનમાં

અજય દરજી
PA ધારાસભ્ય લુણાવાડા

પટેલ - બ્રાહ્મણ અને ઇતર કોમને માત્ર 13 લાખ આપ્યાં
મારા વિશે પોસ્ટ મૂકતો હતો એટલે મેં વાત કરી
૨૩મી તારીખ સુધી કંઈ કહેવું નથી, જે ભાઈ મારા વિશે પોસ્ટ મૂકતો હતો એટલે મેં વાત કરી માટે મને વ્યક્તિગત ટાર્ગેટ કરતો હતો. એટલે મેં વાત કરી એ સીધી સાદી ભાષામાં વાત કરી છે. આ ઓડિયો ક્લિપ મૂકીને તે ભાઈ નેતા બની ગયા. કિરણ બારીયા ખાનપુર તાલુકા ઠાકોરસેનાનો પ્રમુખ થયાને 10 દિવસ થયા નથી અને શોર્ટકટથી નેતા બનવું છે. વ્યક્તિગત લે તો વાત કરવી પડે કશી ખોટી કોઈ વાત નથી. અજય દરજી, પીએ, એમએલએ ,લુણાવાડા

હું 2012થી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠનમાં સક્રિય છું
હું ખાનપુર તાલુકા ઠાકોર સેનાનો પ્રમુખ છું જ્યારે રતનસિંહને વિધાનસભાની અપક્ષ ચૂંટણી થઈ ત્યારે ઓબીસી સમાજે સમાધાન કરી અરવિંદ બારીયા ને બેસાડી દઇ રતનસિંહ ને ટેકો જાહેર કરી જીતાડ્યા છે ઓડિયો ક્લિપ તમે સાંભળો ખરેખર તે શું કહી રહ્યા છે. હું 2012થી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠનમાં સક્રિય છું આ સંગઠન સામાજિક કુરિવાજો તેમજ ઓબીસી સમાજને આગળ લાવવા માટે બનાવેલ છે જેને લઇને રાજકીય ક્ષેત્રે અમારું અસ્તિત્વ માગી રહ્યા હતા કિરણ બારીયા, ઓડિયો ક્લિપમાં વાતચીત કરનાર

બોલવા માટે તેને દરગુજર કરે
અજય દરજીની ઓડીયો ક્લિપ બાબત મેં સાંભળી છે. એ વાતનું ખંડન પણ પાછળથી કર્યું છે . જેનું મોટું સ્વરૂપ અપાયું છે. એમાં કંઈ જ નથી અને આ વિશે મારાથી ના બોલાય પાર્ટીની પોલિસી છે. પાર્ટી આદેશ કરે તેને વળગી રહેવું પડે. મારી તાકાત બહારનું કામ છે તે વિશે બોલવા માટે તેને દરગુજર કરે. રતનસિંહ રાઠોડ, લોકસભા ઉમેદવાર, પંચમહાલ.

અન્ય સમાચારો પણ છે...