તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહીસાગર જિલ્લાના ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઇરસ અંગે જાગૃતિનો સંદેશ આપ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના છાંયણ જેવા નાના ગામના ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર બિપિન પટેલ છેલ્લા સાડાત્રણ વર્ષથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવે છે. તેમની આ સિધ્ધિના કારણે તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.

દરરોજ એક ચિત્ર તૈયાર કરવાની તેમની નેમથી તેમણે મહીસાગર જિલ્લા મથક લુણાવાડા લૂણેશ્વર પોલીસ ચોકી પાસે તેઓનું સળંગ ૧૪૦૦મું વોટર કલર પેઇન્ટિંગ બનાવ્યું તે ગૌરવપૂર્ણ સિધ્ધિ છે. ચિત્રકાર પટેલે અવિરત 1400મું પેઇન્ટિંગ બનાવતા કોરોના વાઇરસ અંગે જનજાગૃતિ સંદેશ “સાવચેતી એ જ સલામતી”ને પોતાના આ ચિત્રમાં વણી લીધો છે. તેમના આ પેઇન્ટિંગની જિલ્લા કલેકટર આર.બી.બારડે પ્રસંશા કરતાં કહ્યું કે, જિલ્લાના આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકારે
પોતાની કલાસાધનાથી અનેક સિધ્ધિઓ મેળવી છે. કોરોના વાઇરસ અંગે જનજાગૃતિનો સંદેશ તેમની ઉમદા કલા દ્રષ્ટિની પ્રતિતી કરાવે છે.

બીપીન પટેલે જણાવ્યું છે કે, વિશ્વ કોરોના વાઇરસ મહામારીનો પડકાર ઝીલી રહ્યું છે ત્યારે પોતાનું આ સતત 1400મું માઈલ સ્ટોન સમું આ પેઇન્ટિંગ મહીસાગર જિલ્લા કલેકટરને શુભેચ્છા સ્વરૂપે આપતાં જિલ્લા સેવાસદન કચેરીમાં સાવચેતી એ જ સલામતી કોરોના વાઇરસ જાગૃતિનો સંદેશ આપતું યાદગાર ચિત્ર બની રહેશે. અત્યાર સુધી વોટર કલરથી ગ્રામ્યજીવન, ધબકતું શહેર ખુબ જ સુંદર રીતે કંડાર્યું છે.

તેમના દેશભરમાં વોટર કલર આર્ટ કેમ્પ યોજાયા છે. જેમા ગુજરાત સહીત ઉદયપુર, જયપુર, ઇન્દોર, આગ્રા, કોલકાત્તા, બેંગ્લોર, મુંબઈ, ઉત્તરાંચલમાં વર્કશોપ દરમિયાન અનેક કળાજીજ્ઞાસુઓએ વર્કશોપમાં વોટર કલર પેઇન્ટિંગની પ્રાથમિક જાણકારી સહીત અન્ય ટેકનીક શીખીને સંતોષ મેળવ્યો છે. અને આર્ટિસ્ટ બિપિન પટેલે તેમની કલાયાત્રામાં અનેક કીર્તિમાન સ્થાપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...