તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરાના વણછરા પાસે છેલ્લા 25 દિવસથી માઇનોર કેનાલમાં ગાબડું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાદરાના વણછરા ગામે પાસેથી પસાર થતી તંત્રની ઘોર બેદરકારીના કારણે છેલ્લાં 25 દિવસથી માઇનોર કેનાલમાં મોટુ ગાબડું પડ્યું છે. હજારો ક્યુસેક પાણી ‌વેડફાય રહ્યું છે. પાણીના તળાવ ભરાયેલાં છે. ખેતરોમાં પણ પાણી ભરાતા ઉભા પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

રાજ્યભરમાં હાલમાં રાજ્ય સરકાર દ્વારા ઓછા વરસાદના કારણે કેટલાંક તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરેલ છે. જેમાં પાદરાને પણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે.

જગતના તાતના હાલ છે બેહાલ રાજ્યભરમાં ખેડૂતો સિંચાઇના પાણી માટે વલખા મારી રહ્યાં છે. ત્યારે પાદરાના વણછરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની માઇનોર કેનાલમાં છેલ્લા 25 દિવસથી મોટું ગાબડું પડયું છે. ત્યારે વણછરા ગામે ખેડૂતોને એક તરફ સિંચાઇ માટે પાણી નથી મળી રહ્યું ત્યારે બીજા તરફ નર્મદા નિગમની માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડેલું છે.

જે ગાબડું છેલ્લા 25 દિવસથી આડેધડ હજારો ક્યુસેક પાણી તળાવમાં જઇ રહ્યું છે અને ખેડૂતોના ખેતરોમાં ઘુસ્યું છે. પાકને નુકાસન થયેલું છે. ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં પડી રહેલું આ તંત્ર હજુ પણ આ ઘટનાને લઇ કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળી રહેલ છે.

પાદરા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરેલ છે. ત્યારે નર્મદા નિગમની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોને પડતી હાલાકી અને માઇનોર કેનાલમાં પડેલું ગાબડું છેલ્લાં 25 દિવસથી આ સ્થિતમાં છે. જે ક્યારે તંત્ર દ્વારા સમારકામ થશેે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...