તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદમાં લાભાર્થીઓની બેંક બહાર લાંબી કતારો લાગી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝાલોદ તાલુકામાં 28000 ઉપરાંત ખેડૂતોએ પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી.જેમાં બે હેકટર(પાંચ એકર ) જમીન ધરાવતા ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા પાક લેવા માટે સહાયરૂપે વર્ષમાં ત્રણ વખત એમ કુલ રૂા.6000 આપવાની જાહેરાત કરાઇ હતી.

ખેડૂત લાભાર્થીના ખાતામાં પ્રથમ રૂા.2000 જમા થતાં ખેડૂતો પૈસા મેળવવા બેન્કમાં દોડ્યા હતા. તમામ બેન્કોમાં હાલમાં પ્રધાનમંત્રી કિશાન સન્માન યોજનાના નાણાં લેવા માટે ખેડૂતો ઉમટી પડેલા જોવા મળ્યા છે.ત્યારે બૅન્કોમાં ભારે ભીડ જામતા હાલાકી જોવા મળી હતી.બેન્ક તંત્ર દ્વારા પ્રધાનમંત્રી કિશાન સન્માન યોજના હેઠળ આપતા લાભના નાણાં આપવા માટે બેન્કમાં અલાયદું ટેબલ ફાળવવું જરૂરી છે.બેન્ક દ્વારા તમામ કાર્યવાહી એક જ ટેબલ દ્વારા કરવામાં આવતા બેન્કોમાં ખેડૂતો અને વેપારીઓને કલાકો સુધી ઊભું રહેવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો